Commonwealth Games Day 3: આજે 24 ગોલ્ડ દાવ પર, અહીં જુઓ ભારતના તમામ ખેલાડીઓનું શિડ્યૂલ

આજે બોક્સર નિકહત જરીન અને શિવા થાપા પણ બોક્સિંગ રિંગમાં જોવા મળશે. ભારતીય પુરૂષ હોકી ટીમ અને મહિલા ક્રિકેટ ટીમ પણ આજે એક્શનમાં થશે. અહીં જુઓ ભારતનું પુરૂ શિડ્યૂલ...

Commonwealth Games Day 3: આજે 24 ગોલ્ડ દાવ પર, અહીં જુઓ ભારતના તમામ ખેલાડીઓનું શિડ્યૂલ

India at Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) નો આજે ત્રીજો દિવસ છે. આજે કુલ 24 ગોલ્ડ મેડલ દાવ પર છે. ભારતીય ખેલાડી પણ વેટલિફ્ટિંગ અને આર્ટિસ્ટિક જિમનાસ્ટિક જેવી ગોલ્ડ મેડલ ઇવેંટ્સમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ આજે બોક્સર નિકહત જરીન અને શિવા થાપા પણ બોક્સિંગ રિંગમાં જોવા મળશે. ભારતીય પુરૂષ હોકી ટીમ અને મહિલા ક્રિકેટ ટીમ પણ આજે એક્શનમાં થશે. અહીં જુઓ ભારતનું પુરૂ શિડ્યૂલ...

લોન બોલ
બપોરે 1 વાગે: તાનિયા ચૌધરી (મહિલા એકલ)
સાંજે 4 વાગે: ભારત-ઇગ્લેંડ (પુરૂષ પેયર્સ)

જિમનાસ્ટિક
બપોરે 1:30 વાગે: યોગેશ્વર સિંહ (પુરૂષોની ઓલ રાઉન્ડ ફાઇનલ)

ટેબલ ટેનિસ
બપોરે 2 વાગે: પુરૂષ ટીમ ક્વાર્ટરફાઇનલ
રાતે 11:30 વાગે: મહિલા ટીમ સેમીફાઇનલ

વેટ લિફ્ટિંગ
બપોરે 2 વાગે: જેરેમી લાલરિનુંગા (પુરૂષ 67 કિગ્રા કેટેગરી)
સાંજે 6.30 વાગે: પોપી હજારિઝા (મહિલા 59 કિગ્રા કેટેગરી)
રાત્રે 11 વાગે: અચિંતા શેયુલી (પુરૂશ 73 કિગ્રા કેટેગરી)

સાઇકલિંગ
બપોરે 2.32 વાગે: એસો એબ્લેન, રોનાલ્ડો લાઇટોનઝામ, ડેવિડ બેકહમ (પુરૂષોની સ્પ્રિંટ ક્વાલિફાઇંગ)
સાંજે 4.20 વાગે: વેંકપ્પા કેંગાલાગુટ્ટી, દિનેશ કુમાર (પુરૂષોની 15 કિમી સ્ક્રેચ રેસ ક્વાલિફાઇંગ)
રાત્રે 9.02 વાગે: ત્રિયાશાયા પોલ, મયૂરી લાટે (મહિલા 500 મીટર ટાઇમ ટ્રેલ ફાઇનલ)

સ્વિમિંગ
બપોરે 3.07 વાગે: સાજન પ્રકાશ (પુરૂષોની 200 મીટર બટરફ્લાઇ-હીટ 3)
બપોરે 3.31 વગે: શ્રી હરિ નટરાજ (પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક- હીટ 6)

ક્રિકેટ
બપોરે 3.30 વાગે: ભારત-પાકિસ્તાન (મહિલા ક્રિકેટ)

બોક્સિંગ
સાંજે 4.45 વાગે: નિહકત જરીન (મહિલા 48-50 કિગ્રા લાઇટ ફ્લાઇવેટ રાઉન્ડ 16) 
સાંજે 5.15 વાગે: શિવ થાપા ( પુરૂષ 60-63.5 કિગ્રા લાઇટ વેલ્ટરવેટ રાઉન્ડ 16)
રાત્રે 12.15 વાગે: સુમિત (પુરૂષ 71-75 કિગ્રા મિડિલવેટ રાઉન્ડ 16)
રાત્રે 1 વાગે: સાગર (92 કિગ્રા+સુપર હેવીવેટ)

સ્ક્વાશ
સાંજે 6 વાગે: જોશના ચિનપ્પા (મહિલા એકલ રાઉન્ડ 16)
સાંજે 6.45 વાગે: સૌરવ ઘોષાલ (પુરૂષ એકલ રાઉન્ડ 16)

હોકી (પુરૂષ)
રાત્રે 8.30 વાગે: ભારત-ઘાના

બેટમિંટન
રાત્રે 10 વાગે: મિકસ્ડ ટીમ ક્વાર્ટર ફાઇનલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news