50 સેકન્ડની ફ્રી 5 કરોડ રૂપિયા, આ હસીના બની ભારતની સૌથી મોંઘી એક્ટ્રેસ; આની આગળ દીપિકા-કેટરિના પણ ફેલ
Highest Paid Indian Actress: બોલિવૂડમાં એવી ઘણી હસીનાઓ છે જે પોતાના કામ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. આજે અમે એક એવી અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ જે ઇન્ડસ્ટ્રીમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ છે અને તેની કારકિર્દીનો ગ્રોથ પર અટકી ગઈ હતી. જ્યારબાદ તેણે મજબૂત થઈને વાપસી કરી છે. આજે તેનું નામ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં સામેલ છે.
20 વર્ષમાં લગભગ 80 ફિલ્મો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પોતાના કામ માટે લાખો અને કરોડો રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે પણ કોઈ અભિનેત્રીની કમાણીની વાત થાય છે ત્યારે સૌથી પહેલા દીપિકા, કેટરિના, કરીના કપૂર ખાન, સામંથા કે રશ્મિકા જેવી અભિનેત્રીઓનું નામ આવે છે. પરંતુ શું તમે તે હસીના વિશે જાણો છો, જેણે મોટા-મોટા એક્ટરો સાથે મોટા પડદા પર કામ કર્યું અને 20 વર્ષમાં લગભગ 80 ફિલ્મો અને ઘણા એવોર્ડ જીત્યા છે. ચાલો જાણીએ કોણ છે આ અભિનેત્રી.
અભિનેત્રી નયનતારા
અમે અભિનેત્રી નયનતારાની વાત કરી રહ્યા છીએ. રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી નયનતારાએ ટાટા સ્કાય કંપનીની જાહેરાતમાં કામ કરવા માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. આ જાહેરાત માટે તેણે કંપની પાસેથી 50 સેકન્ડ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ જાહેરાત તમિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડ સહિત 4 ભાષાઓમાં શૂટ કરવામાં આવી હતી અને તેને બનાવવામાં લગભગ 2 દિવસનો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, તે પોતાની એક ફિલ્મથી આટલી ફી કમાય છે. બોલિવૂડમાં ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે, અભિનેત્રીઓને અભિનેતાઓ કરતા ઓછા પૈસા મળે છે.
પૈસા છાપવાનું મશીન કહેવાય છે
અભિનેત્રી નયનતારાને લગ્ન પછી પણ પૈસા છાપવાનું મશીન કહેવામાં આવે છે. આ અભિનેત્રી લેડી સુપરસ્ટાર એટલે કે નયનતારા છે. વર્ષ 2018માં ફોર્બ્સ ઈન્ડિયાની 'સેલિબ્રિટી 100' યાદીમાં સામેલ થનારી તે એકમાત્ર દક્ષિણ અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં આ અભિનેત્રીને ઘણી મહેનત કરવી પડી હતી. આ અભિનેત્રીને ઇન્ડસ્ટ્રીમાં આવવાનું મન ન થયું, પછી તેણે અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી અને પછીથી તેણે સીએ બનવાનું નક્કી કર્યું, પરંતુ પછી એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.
બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી
અભિનેત્રી નયનતારાએ એવા સમયે જોરદાર વાપસી કરી જ્યારે બધાને લાગતું હતું કે, તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. આ કમબેક પછી દરેક ડિરેક્ટરે તેને મોટા હીરો સાથે કામ કરવાની તક આપી. હવે લોકો આ અભિનેત્રીને બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ કહે છે. નયનતારાએ મલયાલમ ફિલ્મ મનાસિનક્કરેથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ થઈ હતી.
આલીશાન જિંદગી
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નયનતારા રિયલ લાઈફમાં ખૂબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે. નયનતારા દરેક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ્સ અનુસાર નયનતારા 200 કરોડ રૂપિયાની માલકિન છે. તેની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે, જેની કિંમત 50 કરોડ રૂપિયાની આસપાસ છે.
Trending Photos