'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ

Chinese company : એક કંપનીએ વિચિત્ર આદેશ બહાર પાડીને તેના સિંગલ અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તેઓ સપ્ટેમ્બર મહિના સુધીમાં લગ્ન કરીને સેટલ નહીં થાય તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ આદેશનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ

Chinese company : તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે નોકરી માટે લગ્ન ફરજિયાત હશે, પરંતુ ચીનની એક કંપનીએ આવું કર્યું છે. કંપનીએ સિંગલ અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓ માટે સપ્ટેમ્બર સુધીમાં લગ્ન કરવાનો આદેશ જારી કર્યો છે. જો તે સપ્ટેમ્બર સુધીમાં લગ્ન નહીં કરે તો તેમને નોકરી છોડવી પડી શકે છે.

સપ્ટેમ્બર સુધીમાં લગ્ન કરી લો નહીં તો...

ચીનના શેડિંગ પ્રાંત સ્થિત કંપની શુન્ટિયન કેમિકલ ગ્રુપે એક આદેશ જારી કરીને કહ્યું છે કે જો અપરિણીત અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓ સપ્ટેમ્બર 2025 સુધીમાં લગ્ન નહીં કરે તો તેમણે નોકરી છોડવી પડશે અને રાજીનામું આપવું પડશે. કુંવારા અને છૂટાછેડા લીધેલા લોકો માટે પોલિસી બનાવતી વખતે તેમને લગ્ન માટે સપ્ટેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો લગ્ન નહીં કરે તો લોકોને નોકરી ગુમાવવી પડી શકે છે.

કંપનીને સામે વિરોધ

કંપનીએ દલીલ કરી હતી કે આ ઓર્ડર પાછળનો હેતુ સંસ્કૃતિને બચાવવાનો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ કંપનીએ પોતાનો ઓર્ડર પાછો ખેંચી લીધો હતો. કંપનીએ દલીલ કરી હતી કે ચીનના યુવાનો લગ્નમાં રસ નથી લઈ રહ્યા, જેના કારણે ચીન ઝડપથી વૃદ્ધ થઈ રહ્યું છે. કંપની આ પોલિસી સાથે લગ્ન દર વધારવા માંગતી હતી, જો કે, લોકોના વિરોધ બાદ તેણે પોતાનો ઓર્ડર પાછો ખેંચવો પડ્યો. તમને જણાવી દઈએ કે કંપનીમાં 1200 થી વધુ લોકો કામ કરે છે. ચીનમાં ઘટી રહેલા લગ્ન દરની અસર ચીનની અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. જો કે, લગ્ન ન કરવા બદલ કોઈને નોકરીમાંથી કાઢી મૂકવું એ કાયદાનું ઉલ્લંઘન છે. ચીનના શ્રમ કાયદા અને શ્રમ કરાર કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાથી કંપનીએ પોતાનો ઓર્ડર પાછો ખેંચતી સ્પષ્ટતા કરી કે તેણે આ આદેશ મુજબ કોઈને પણ નોકરીમાંથી કાઢી મૂક્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news