ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે મહાજંગ માટે ફરી થઈ જાઓ તૈયાર, એક નહીં પરંતુ 3 મેચ રમાશે!

IND vs PAK: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિનાઓ મામલો ગરમાયો હતો. આખરે 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ભારત સામે કરો યા મરો મેચમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ પિક્ચર હજુ પણ બાકી છે. આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ મેચો યોજાવાની છે.

ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચે મહાજંગ

1/5
image

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિનાઓ સુધી મહાજંગનું વાતાવરણ રહ્યું હતું. 23 ફેબ્રુઆરીએ ફેન્સની રાહનો અંત આવ્યો અને પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ મહાજંગનો મામલો ઠંડો પડી ગયો છે. આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ મેચો યોજાવાની છે. વર્ષના છેલ્લા મહિનામાં એશિયા કપ શરૂ થશે જે T20 ફોર્મેટમાં રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચો રમાશે.

એશિયા કપ 2025

2/5
image

ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. આ માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ અસ્થાઈ શેડ્યૂલ તૈયાર કર્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં કુલ 19 મેચો રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી મેચ રમાશે?

3/5
image

જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કે બે નહીં પરંતુ 3 મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં ટક્કર થશે. ત્યાર પછી સુપર ફોર રાઉન્ડમાં અને કદાચ ફાઈનલમાં પણ ટક્કર થઈ શકે છે.

ભારતના હાથમાં હતું હોસ્ટિંગ

4/5
image

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આ ટુર્નામેન્ટ મૂળ રૂપથી ભારતને ફાળવવામાં આવી હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. હાઇબ્રિડ મોડલ પર મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં PCBની માંગ પણ પૂરી કરવામાં આવી હતી. પાકિસ્તાનની ટીમ પણ ભારતમાં રમવા નહીં આવે. જેના કારણે UAE અને શ્રીલંકા એશિયા કપની યજમાની કરશે.

જેમાં 8 ટીમો ભાગ લેશે

5/5
image

અગાઉની આવૃત્તિની જેમ આઠ ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવશે. જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં જોવા મળશે. આ ટુર્નામેન્ટની તૈયારી માટે પાકિસ્તાન પાસે થોડા મહિનાનો સમય છે. પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ઘા રુઝાવવા માંગશે.