મરણચીસોથી ગુંજી ઉઠ્યો અમીરગઢનો હાઈવે, બસ અને કારની ટક્કરમાં 5 મુસાફરોના ઘટનાસ્થળે મોત

Banaskantha News : બનાસકાંઠાના અમીરગઢ પાસે સર્જાયો અકસ્માત. બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 5 લોકોનાં મોત. અકસ્માતમાં અન્ય લોકોને પણ પહોંચી નાની-મોટી ઈજા. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા. અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી. 

1/4
image

બનાસકાંઠાના અમીરગઢના ખુણીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનની સરકારી બસ અને બોલોરો ગાડી વચ્ચે એવી ટક્કર થઈ કે, કારનું પડીકું વળી ગુય હતું. આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.   

2/4
image

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, તો 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. અન્ય ઇજાગ્રત લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

3/4
image

અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. અકસ્માતને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

4/4
image

તો બીજી તરફ, ડાંગ જિલ્લાના મજૂરોને મોટો અકસ્માત નડ્યો છે. તાપી જિલ્લામાં ગોળ બનાવવાના કામે ગયેલા મજૂરોને પરત આવતા અકસ્માતનો ભોગ બન્યા છે. હનવતચોંડ ગામના ઘાટ ઉતરતી વખતે પીકપવેનનું ટાયર ફાટતા ગાડી પલટી ગઈ હતી. પીકઅપ વેન પલટતા જ ગાડીમાં શોર્ટસર્કીટ થયું હતું અને આગ લાગી હતી. પીકઅપ વાનમાં ડ્રાયવર સહિત કુલ છ મજૂરો સવાર હતા. ડ્રાઇવર અને એક મહિલાને ઈજા પહોંચતા 108 મારફત આહવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઘાયલ મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે, જ્યારે અન્ય લોકોનો આબાદ બચાવ થયો છે.