અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
iPhone 16 Price Drop: જો અમે તમને જણાવીએ કે તમે બ્લિંકિટ પર કોઈપણ બેન્ક ડિસ્કાઉન્ટ વિના આઈફોન 16 ખૂબ જ સસ્તામાં ખરીદી શકો છો. અહીં Amazon-Flipkart કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
Trending Photos
iPhone 16 Discount: Appleના ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 16ની કિંમત થોડી વધારે છે. તેથી દરેક વ્યક્તિ માટે ખરીદી કરવી શક્ય નથી. યુઝર્સ આ ફોન ખરીદવા માટે સેલ આવવાની રાહ જુએ છે અથવા બેન્ક ડિસ્કાઉન્ટ દ્વારા ખરીદવાની કોશિશ કરે છે. પરંતુ, જો અમે તમને કહીએ કે તમે આ ફોનને કોઈપણ બેન્ક ડિસ્કાઉન્ટ વિના બ્લિંકિટ પરથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકો છો તો શું થશે. જી હા... બ્લિંકિટ પર iPhone 16માં અમેઝોન-ફ્લિપકાર્ડ કરતા પર વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
અહીં મળી રહ્યો છે સૌથી સસ્તો
જો તમે એપલનો આઈફોન 16 ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો બ્લિંકિટ તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. આ પ્લેટફોર્મ પર આઈફોન 16નું 128GB સ્ટોરેજવાળું મોડલ માત્ર 70,900 રૂપિયામાં મળી રહ્યું છે. તેની વાસ્તવિક કિંમત 79,990 રૂપિયા છે, જેનો અર્થ છે કે તમને 11% નું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતા સસ્તી છે. હાલમાં આ ફોનની કિંમત ફ્લિપકાર્ટ અને એમેઝોન પર આના કરતા વધુ છે.
Apple iPhone 16ના ફિચર્સ
Apple iPhone 16માં 6.1-ઇંચ OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2556x1179 પિક્સેલ્સ છે અને પિક્સેલ ડેન્સિટી 460 ppi છે. આ ફોન પાણી, સ્પ્લેશ અને ધૂળ સામે રક્ષણ માટે IP68 રેટિંગ સાથે આવે છે. iPhone 16ની ખાસ ફિચર કેમેરા કંટ્રોલ છે, જેનાથી તમે વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સનો તાત્કાલિક ઉપયોગ કરી શકો છો અને વસ્તુઓ અને જગ્યાને સરળતાથી ઓળખી શકો છો.
કેમેરા વિશે વાત કરીએ તો, તેમાં 48MP ફ્યુઝન કેમેરા છે. જેમાં 2x ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. સેલ્ફી માટે ફોનમાં 12MP ટ્રુડેપ્થ ફ્રન્ટ કેમેરા છે. iPhone 16 માં A18 Bionic ચિપ છે, જે સેકન્ડ-જનરેશન 3-નેનોમીટર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે એપલ ઇન્ટેલિજન્સનું પરફોર્મેન્સ વધુ સારું થાય છે.
11 શહેરોમાં બ્લિંકિટથી ઓડર કરી શકો છો એપલ એસેસરીઝ
બ્લિંકિટે તેમની 10 મિનિટની ડિલિવરી સર્વિસમાં એપલ એસેસરીઝનો પણ સમાવેશ કર્યો છે. બ્લિંકિટના CEO અલબિંદર ઢીંડસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, હવે તમે મેકબુક એર, આઈપેડ, એરપોડ્સ, એપલ વોચ અને અન્ય એપલ એસેસરીઝ 10 મિનિટમાં ઓર્ડર કરી શકો છો. આ સેવા હાલમાં 11 શહેરોમાં ઉપલબ્ધ છે, જેમાં દિલ્હી NCR, મુંબઈ, હૈદરાબાદ, પુણે, લખનૌ વગેરેનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે