માનતા પૂર્ણ થતા દેસાઈ પરિવારે મંદિરને દાન કર્યો પોતાનો લાકડવાયો દીકરો! આસ્થાની અનોખી કહાની

Mehsana News તેજસ દવે/મહેસાણા : ન માની શકાય, તેવી અનોખી માનતા... શ્રીફળ-ચુંદડી નહીં પણ પુત્ર અર્પણની માનતા... દેસાઈ પરિવારે રાખી હતી વિશેષ માનતાં... વાળીનાથની કૃપાથી અવતર્યા 2 દીકરા... માનતા પૂર્ણ થતાં અર્પણ કર્યો લાડકો દીકરો... આસ્થા હોય ત્યાં પુરાવાની શું જરૂર? દીકરાને સંસ્કૃતમાં વિદ્ધાન બનાવશે મંદિર!

1/7
image

શ્રદ્ધાથી મોટું કંઈ હોતું નથી. શ્રદ્ધા સામે વૈજ્ઞાન પણ ટૂંકુ પડે. તમે મંદિરમાં શ્રીફળ, ચુંદડી કે પછી ચડાવાની બાધા રાખતા અનેક લોકો જોયા હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે દીકરો અર્પણ કરવાની બાધા હોય? ન માની શક્યા તેવી આ સત્ય કહાની છે મહેસાણા જિલ્લાના તરભમાં આવેલા વાળીનાથ મંદિરની. જ્યાં એક પરિવારની માનતા પૂર્ણ થતાં તેમણે પોતાનો લાડકવાયો દીકરો મંદિરને અર્પણ કરી દીધો. જુઓ આસ્થાની એક કહાનીનો આ ખાસ અહેવાલ.

2/7
image

તમે મંદિર કે મઠમાં ગયા હશો. તમે તમારી મનોકામના માટે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં માનતા પણ રાખી હશે. તમારી મનોકામના પૂર્ણ થતાં તમે માનતા પૂર્ણ પણ કરી હશે. પરંતુ તમે માનતામાં કોઈ ચડાવો કે પ્રસાદ જ રાખ્યો હશે. પણ મહેસાણા જિલ્લાના વાળીનાથ મંદિરમાં એક દેસાઈ પરિવારે પોતાનો લાડકવાયો દીકરો અર્પણ કરી દીધો. હા, પોતાની માનતા પૂર્ણ થતાં તેમણે એક દીકરો મંદિરમાં દાન આપી દીધો.

3/7
image

જાસ્કા ગામના કેતન દેસાઈ લાંબા સમયથી નિસંતાન હતા. ત્યારે તેમણે તરભના વાળીનાથ મંદિરમાં આવીને ભગવાન ભોળાનાથની માનતા રાખી હતી કે જો તેમના ઘરે બે પુત્રોનો જન્મ થશે તો એક પુત્ર મંદિરને દાનમાં આપી દેશે. થયું પણ કંઈક એવું જ. કેતન દેસાઈના ઘરે પારણું બંધાયું. ભગવાનની દયાથી રૂપ-રૂપના અંબાર જેવા બે જોડિયા પુત્રનો જન્મ થયો. હવે એ ઘડી આવી ગઈ કે જે માનતા રાખી હતી તેને પૂર્ણ કરવાની.

4/7
image

પરિવારે એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર સીધો જ તરભમાં આવેલા વાળીનાથ મંદિરમાં પહોંચ્યો. બન્ને પુત્રો સાથે મંદિરમાં જઈને દર્શન કર્યા અને વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુના હાથમાં પોતાનો એક દીકરો દાનમાં આપી દીધો. પુત્ર દાન કરીને માતા-પિતા આનંદીત હતા.

શું હતી માનતા?

5/7
image

તરભના વાળીનાથ મંદિરમાં ભોળાનાથની માનતા રાખી હતી કે, ઘરે બે પુત્રોનો જન્મ થશે તો એક પુત્ર મંદિરને દાનમાં આપી દેશે. મંદિરના મહંત જયરામગિરી બાપુએ આ માનતા માટે દેસાઈ પરિવારને શુભેચ્છા આપી સાથે જ આ પોતાની ખુશી પણ પ્રગટ કરી. 

દાનમાં મળેલા દીકરાનું શું કરાશે? 

6/7
image

જે પુત્ર મંદિરમાં દાનમાં આપવામાં આવ્યો છે તે દીકરાને મંદિરની પરંપરા પ્રમાણે  ટ્રસ્ટ તરફથી સંસ્કૃત અને સનાતનનો અભ્યાસ કરાવવામાં આવશે. ઋષિકેશ, હરિદ્વાર , કાશીમાં સંસ્કૃતમાં અભ્યાસ કરાવીને વિદ્ધાન બનાવવામાં આવશે. ત્યારબાદ આ દીકરો સનાતન ધર્મ અને ધર્મના રક્ષણના કાર્યમાં જોડાઈ જશે. માતા-પિતાની અનોખી માનતા અને લાડકવાયાને દાનમાં આપવાની હિંમતને સલામ. 

દાનમાં મળેલા દીકરાનું શું કરાશે? 

7/7
image

મંદિરની પરંપરા પ્રમાણે સંસ્કૃત અને સનાતનનો અભ્યાસ કરાવાશે. ઋષિકેશ, હરિદ્વાર, કાશીમાં અભ્યાસ કરાવી વિદ્ધાન બનાવાશે. દીકરો સનાતન ધર્મ અને ધર્મના રક્ષણના કાર્યમાં જોડાઈ જશે.