2025માં આ 5 તારીખે આવી રહી છે ભયાનક આફત! ટાઈમ ટ્રાવેલરનો દોવો કરનાર શખ્સે કરી ડરામણી ભવિષ્યવાણી
Predicts 2025 Disasters: શું 2025માં કોઈ ભયંકર આફત આવવાની છે? એક ટાઈમ ટ્રાવેલરના વાયરલ વીડિયોમાં 2025ની 5 મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાં એલિયન્સ, કુદરતી આફતો અને યુદ્ધનો સમાવેશ થાય છે. જાણો આખું સત્ય!
Trending Photos
Predicts 2025 Disasters: તમને એવા ઘણા લોકો વિશે સાંભળ્યું હશે જે આવનારા સમયને લઈ ભવિષ્યવાણી કરે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે પોતાને ટાઈમ ટ્રાવેલર બતાવે છે. તેણે 2025માં થનારી ઘટનાઓ અંગે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોમાં સનસની મચાવી રહ્યો છે. કેટલાક લોકો આ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક પરેશાન પણ છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
કોણ છે ભવિષ્યવાણી કરનાર વ્યક્તિ?
સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ 2025માં આવનારી આફતો વિશે ભવિષ્યવાણી કરી રહ્યો છે. આ વ્યક્તિનું નામ એલ્વિસ થોમ્પસન હોવાનું કહેવાય છે, જેણે દાવો કર્યો છે કે તે ટાઈમ ટ્રાવેલર યાત્રી છે અને તે જોઈ શકે છે કે, ભવિષ્યમાં શું થશે? તેનો આ વીડિયો 1 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે સનસની મચાવી રહ્યો છે.
સાવધાન આ 5 તારીખમાં આવશે આફતો
થોમ્પસનના વાયરલ વીડિયોમાં તેના કહ્યા અનુસાર 5 તારીખ વિશે જણાવવામાં આવ્યું છે. તે વ્યક્તિનું માનવું છે કે, આ 5 વિશેષ તારીખના દિવસે ધરતી પર અલગ-અલગ જગ્યાએ આફતો આવશે. આ વીડિયો જોયા પછી લાખો લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ આગાહીથી પરેશાન છે તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે. ચાલો જાણીએ તે તારીખો કઈ છે.
આ 5 તારીખે પૂર આવશે
થોમ્પસનના જણાવ્યા અનુસાર 6 એપ્રિલે ઓક્લાહોમામાં 24 કિલોમીટર પહોળું અને 1,046 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું એક વિશાળ ટોર્નેડો આવશે. તેમણે વધુમાં ભવિષ્યવાણી કરી છે કે, 27 મેના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં બીજું ગૃહ યુદ્ધ ફાટી નીકળશે, જેના પરિણામે ટેક્સાસ દેશથી અલગ થઈ જશે અને વૈશ્વિક પરમાણુ સંઘર્ષને વેગ આપશે, જે અમેરિકાને બરબાદ કરશે. 1 સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન નામનો એલિયન પૃથ્વી પર આવશે અને 12,000 માણસોને તેની સુરક્ષા માટે બીજા રહેવા યોગ્ય ગ્રહ પર લઈ જશે. તે પૃથ્વી પ્રત્યે હાનિકારક ઇરાદા સાથે શત્રુતાપૂર્ણ એલિયન્સ વિશે પણ ચેતવણી આપે છે.
આવશે ભયંકર તોફાન
થોમ્પસનની ભવિષ્યવાણી અનુસાર 19 સપ્ટેમ્બરે અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર એક ભયંકર વાવાઝોડું ત્રાટકશે. અંતમાં તેણે દાવો કરે છે કે, 3 નવેમ્બરના રોજ પેસિફિક મહાસાગરમાં એક વિશાળકાય સમુદ્રી પ્રાણી, જે બ્લુ વ્હેલ કરતા છ ગણો મોટો છે અને તેનું નામ સેરેન ક્રાઉન છે. તેની શોધ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે