ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
Fake Ghee Scam : બનાસકાંઠાના ડીસામાં નવકાર ડેરી પ્રોડક્ટસના કેમ્પસમાંથી ૧૭.૫ લાખની કિંમતનું ૪ હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું છે, આ ઘી તહેવારો દરમિયાન રાજસ્થાનમાં વેચવા માટે મોકલવાની તૈયારી હતી
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠામાં નકલી ઘીને લઈ કુખ્યાત થયેલા ડીસામાં બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ નામની પેઢી પર દરોડો પાડીને શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે 4000 કિલો જથ્થો જપ્ત કર્યો છે.. જેની અંદાજિત કિંમત 17 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે જ્યાંથી ઘી પકડાયુ છે તેનું લાઇસન્સ 4 મહિના અગાઉ રદ થયેલ હોવા છતાં પણ ત્યાં બિન્દાસપણે ઘી બનાવવામાં આવતું હતું.
જો તમે ડીસામાં ઉત્પાદન થતું ઘી આરોગી રહ્યા હોય તો ચેતી જજો. કારણ કે ડીસામાં ઘણી એવી ઘીની ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે.. આ ફેક્ટરીમાં ઉત્પાદન થતાં ઘીમાં દૂધનો જરા પણ ભાગ હોતો નથી. અને આવા તત્વો સોયાબીન તેલ અને વેજીટેબલ ઘીના મિશ્રણમાં ઘીનું એસેન્સ ઉમેરીના ગાયના ઘી તરીકે વેચાણ કરીને લોકો સાથે મોટી છેતરપિંડી કરી રહ્યા છે અને તે પણ આરોગ્ય સાથેની છેતરપિંડી... વારંવાર ઉઠી રહેલી આ ફરિયાદને પગલે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અવારનવાર તપાસ હાથ ધરવામાં આવે છે.. પરંતુ ક્યાક તંત્રની આ કામગીરીમાં ઉણપ હશે. કે જેનાથી આ તત્વોને કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી.. ત્યારે એકવાર ફરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડીસા જી.આઈ.ડી.સી. ખાતે આવેલી નવકાર ડેરી પ્રોડક્ટની પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો..
આ ફેક્ટરી પરથી ઘીના અલગ અલગ 11 નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા આ દરોડા દરમ્યાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ની જોગવાઈનું ભંગ થતું જોવા મળી આવ્યું હતું. જે બદલ તંત્ર કલમ 32 હેઠળ ઈમ્પ્રુવ્મેંટ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પેઢીના સંચાલક સંજય મહેસૂરિયા ઉર્ફે એસ.આર.ને વાર તક આપવા છતાં તેની પુર્તતા કરવામાં ના આવતી હોવાના લીધે ગત 4 ઓક્ટોબર 2024ના રોજ લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યું હતું. સાડા ચાર માસ અગાઉ સંચાલક સંજય મહેસૂરિયા ઉર્ફે એસ.આર. દ્વારા તેનું ઉત્પાદન ચાલુ રાખવામા આવ્યું હતું.
જેને પગલે મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાના આધારે દરોડો પાડતા શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ નામની આ પેઢી પરથી સોયાબીન અને ઇન્ટરએસતરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા જતાં તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતાં સંજય મહેસૂરિયા ઉર્ફે એસ.આર.ની હાજરીમાં ઘીની અલગ અલગ બ્રાન્ડ અને વજનના કુલ 11નમૂના લેવામાં આવ્યા હતા.. આ ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચા માટે જવાનો હતો. જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.. જેની અંદાજિત કિંમત 17 લાખ પચાસ હજાર થાય છે.
આ સ્થળ પર ગૌમુખ અને જયવર્ધન નામની બ્રાન્ડનું ઘીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે સંજય મહેસૂરિયા ઉર્ફે એસ.આર. નામના આ વેપારીને અગાઉ પણ ખાધતેલમાં ભેળસેળ માટે એડજ્યુડિકેશન કેસમાં સવા લાખનો દંડ અને મરચામાં કલરમાં ભેળસેળના ક્રિમિનલ કેસમાં 25000નો દંડ અને કોર્ટ ઉઠતાં સુધીની સજા અગાઉ પણ ચૂકી છે. ડીસા જી.આઈ.ડી.સી.માં આ ઉપરાંત અન્ય તેલની ફેક્ટરીઓ પણ આવેલી છે.. જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.. લોકોને પામતેલ પધરાવીને જાણીતી બ્રાન્ડનું તેલ લોકોને પધારવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે