સપનું આવ્યું અને શિવલિંગની ચોરી કરી! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો

Shivaling Stolen From Temple : દ્વારકાના હર્ષદમાંથી શિવલિંગની ચોરી મામલે આરોપીઓ ઝડપાયા... 7 આરોપીઓને હિંમતનગરમાંથી ઝડપી પાડ્યા... મહાશિવરાત્રિના એક દિવસ પહેલાં થઈ હતી શિવલિંગની ચોરી... એક આરોપીને સપનામાં આવ્યું હતું કે આ શિવલિંગ પોતાના ઘરે સ્થાપિત કરવાથી ઉન્નતિ થશે જેથી તમામ સાત આરોપીઓએ સાથે મળીને આચર્યું ગુનાહિત કૃત્ય

સપનું આવ્યું અને શિવલિંગની ચોરી કરી! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો

Dwarka News : દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી થવાના કિસ્સામાં આરોપીઓ પકડાઈ ગયા છે. જોકે, આ આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પકડાયેલા સાત આરોપીમાંથી એક આરોપીને સપનામાં આવ્યું હતું કે, આ શિવલિંગને પોતાના ઘરમાં સ્થાપિત કરવાથી ઉન્નતિ થશે. તેથી તેણે અન્ય 6 લોકો સાથે શિવલિંગની ચોરી કરી હતી. 

પ્રાચીન શિવાલયમાંથી ચોરાયું હતું શિવલિંગ
બે દિવસ પહેલા હરસિધ્ધિ પાસે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો શિવલિંગ ચોરી ગયા હોય તેવી ઘટના સામે આવી હતી. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા મહાદેવના મંદિરમાં શિવલિંગ ચોરી થવાથી ભક્તો તેમજ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. મામલાની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા એસપી તેમજ તમામ પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા સાત જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી પાડ્યા છે.     

image

શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા
શિવલિંગની ચોરીમાં એમ હતું કે, એક આરોપીને સપનામાં આવ્યું હતું કે આ શિવલિંગ પોતાના ઘરે સ્થાપિત કરવાથી ઉન્નતિ થશે. જેથી તમામ સાત આરોપીઓએ સાથે મળી ગુનાહિત કૃત્ય આચર્યું હતું. દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ 4 પુરુષ તેમજ 3 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. તેમના ઘરેથી ચોરાયેલું શિવલિંગ સ્થાપના કરેલી હાલતમાં મળી આવ્યું છે. 

image

કોણ કોણ આરોપી પકડાયું 
આરોપીઓ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય 3 મહિલાઓ મળીને આ તમામ લોકોએ બે વાહનોમાં આવીને હર્ષદ ખાતે રોકાય હતા. બાદમાં રેકી કરીને આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા. જ્યાં પોતાના ઘરે ચોરેલા શિવલિંગની સ્થાપના કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news