AAP ધારાસભ્યોની દિલ્હી હાઈકોર્ટથી રાહત નહીં - કહ્યું, EC બોલાવ્યા તો કેમ ન ગયા

આપના 20 ધારાસભ્યોને કથિત રીતે લાભનું પદ્દ ધારણ કરવાને લઈને ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય ઠેરવવાની આશંકા વિરુદ્ધ આપના ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

 

  AAP ધારાસભ્યોની દિલ્હી હાઈકોર્ટથી રાહત નહીં - કહ્યું, EC બોલાવ્યા તો કેમ ન ગયા

નવી દિલ્હીઃ લાભના પદ્દ સાથે જોડાયેલા મામલામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોને શુક્રવારે (19 જાન્યુઆરી)એ દિલ્હી હાઈકોર્ટે વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આપ ધારાસભ્યોને ફટકાર લગાવતા કહ્યું કે, જ્યારે ચૂંટણીપંચે તમને બોલાવ્યા હતા ત્યારે કેમ ન ગયા. આપને હાઈકોર્ટે તાત્કાલિક રાહત આપવાથી ઈન્કાર કર્યો અને આગામી સુનાવણી 22 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. આપના 20 ધારાસભ્યો કથિત રીતે લાભનું પદ્દ ધારણ કરવાને લઈને ચૂંટણીપંચ દ્વારા અયોગ્ય ઠેરવવાની આશંકા વિરુદ્ધ આપના ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. આપના ધારાસભ્યોની અરજી કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલની પીઠ સમક્ષ આવી હતી. જેના પર આજે (શુક્રવાર 19 જાન્યુઆરી)એ સુનાવણી થઈ.  

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને કથિત રીકે લાભના પદ્દ પર રહેવાને કારણે અયોગ્ય ઠેરવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલેલા પોતાના મંતવ્યમાં ચૂંટણીપંચે કહ્યું કે, સંસદીય સચિવ બનાવીને લાભના પદ્દ પર છે અને દિલ્હી વિધાનસભાના ધારાસભ્યો  તરીકે રહેવા માટે ગેરલાયક ઠરવાને યોગ્ય છે. 

રાષ્ટ્રપતિ ચૂંટણીપંચની ભલામણ માનવા માટે બાધ્ય છે. જે મામલામાં ધારાસભ્યો કે સાંસદોની અયોગ્ય ઠેરવવાની અરજી આવે છે તેને રાષ્ટ્રપતિ મંતવ્ય જાણવા માટે ચૂંટણીપંચ પાસે મોકલે છે. ચૂંટણીપંચ આ મામલે પોતાનો અભિપ્રાય આપે છે. વર્તમાન મામલામાં 21 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી આપવામાં આવી હતી, પરંતુ થોડા મહિના પહેલા એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. 

લાભના પદ્દનો મામલોઃ આપે કહ્યું ECને PMOનો લેટર બોક્સ ન બનવું જોઈએ 

આ પહેલા ચૂંટણીપંચ દ્વારા પોતાના 20 ધારાસભ્યોને કથિત રીતે લાભના પદ પર રહેવાના કારણે અયોગ્ય ઠેરવવાની આશંકાને લઈને નારાજ આમ આદમી પાર્ટીએ શુક્રવારે કહ્યું કે, આયોગે પહેલા આવું ક્યારેય કર્યું નથી. પાર્ટી નેતા આશુતોષે ટ્ટીવટ કર્યું, "ચૂંટણીપંચને પીએમઓનું લેટર બોક્સ ન બનવું જોઈએ" પરંતુ આજના સમયમાં આ વાસ્તવિકતા છે. પત્રકારિતા છોડીને રાજનીતિમાં આવેલા આશુતોષે કહ્યું (ટી એન શેષન)ના સમયમાં ચૂંટણી આયોગ કવર કરનાર મારા જેવી વ્યક્તિ કહી શકે છે કે ચૂંટણીપંચનું સ્તર  ક્યારેય આટલું નીચું ગયું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news