ડોકલામ નિશંક પણે ચીનનો જ હિસ્સો છે અને રહેશે નિર્માણ યોગ્ય : ચીન
સ્થાનિક લોકો અને સૈનિકોનું જીવન ધોરણ સુધરે તે માટે કરાયેલા નિર્માણમાં કોઇ પણ દેશને વાંધો ન હોઇ શકે
- ડોકલામમાં નિર્માણ કાર્ય યથા યોગ્ય અને જનહિતાર્થે થઇ રહ્યું છે
- ચીને ક્યારે પણ અરૂણાચલમાં થતા નિર્માણ મુદ્દે વિરોધ નથી કર્યો
- ખોટા મુદ્દાને ચગાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
Trending Photos
બીજિંગ : ચીને વિવાદિત ડોકલાક ક્ષેત્રમાં વ્યાપક નિર્માણ કાર્યને યોગ્ય ગણાવ્યું છે. બીજિંગે કહ્યું કે, અમારૂ પગલું યોગ્ય છે અને તેનો ઇરાદો સૈનિકો અને અમારા વિસ્તારમાં રહી રહેલા લોકોનાં જીવન સ્તરમાં સુધારો લાવવાનો ઇરાદો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આવેલા અહેવાલો અનુસાર ચીને ડોકલામ વિસ્તારનાં ઉત્તરી હિસ્સામાં 7 હેલિપેડ બનાવવામાં આવ્યું છે. સેટેલાઇટ તસ્વીરોમાં હથિયારોથી લેસ વાહન પણ દેખાઇ રહ્યા છે.
સૌથી ખાસ બાબત છે કે ડોકલામનાં જે વિસ્તારમાં ઘર્ષણ થયું હતું તેની ખુબ જ નજીક ચીન મોટા પ્રમાણમાં લશ્કરી કોમ્પલેક્સનાં નિર્માણ કરી રહ્યું છે. ચીને આ જ તમામ રિપોર્ટો અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. સેટેલાઇટ તસ્વીરો આધારિત રિપોર્ટો અંગે પુછવામાં આવતા વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લુ કાંગે કહ્યું કે, મે પણ આ અહેવાલો જોયા છે. મને તે અંગેની માહિતી નથી કે આવી તસ્વીરો કઇ રીતે મળી. જો કે તેમણે આગળ કહ્યું કે, તેમની પાસે આ અંગે વધારે માહિતી નથી.
આ અહેવાલો બાદ વધારે એક ચિંતા વધી ગઇ છે કે, ચીન ભારત સાથે વધારે એક વિવાદની દિશામાં આગળ વધી રહ્યું છે. જો કે લુએ કહ્યું કે, ડોકલામ મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ છે. ડોકલામ હંમેશાથી જ ચીનનો અને પ્રભાવી અધિકાર ક્ષેત્ર રહ્યું છે. આ અંગે કોઇ જ વિવાદ નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ચીન પોતાની સંપ્રભુતાની વાત કરે છે જ્યારે આ ડોકલામ પર ભૂટાન પણ દાવો કરી રહ્યું છે.
ચીની પ્રવક્તાએ કહ્યુ કે, આ વિસ્તારમાં પોતાનાં સૈનિોક અને ત્યાં રહી રહેલા લોકો માટેચીન ઢાંચાગત્ત નિર્માણ કરી રહ્યું છે. લુએ કહ્યું કે, સીમા પર પેટ્રોલિંગ કરવા, ઉત્પાદનમાં સુધારો કરવાની સાથે જ સૈનિકો સ્થાનિક લોકોનાં જીવન સ્તરને સુધારવા માટે માળખાગત્ત કામ કરી રહ્યું છે. તેમાં ડોકલામ વિસ્તારમાં બનાવાયેલ માર્ગનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, જે રીતે ચીન ભારતનાં માળખાગત્ત નિર્માણો અંગે ક્યારે પણ ટીપ્પણી નથી કરતું તે રીતે અમને પણ આશા છે કે બીજા દેશો પણ અમારા વિસ્તારમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલા નિર્માણ અંગે કોઇ જ નિવેદન નહી આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે