Photos: બિહારના કદાવર નેતાની પુત્રીના ગ્લેમર આગળ તો સની લિયોની અને નોરા ફતેહી પણ પાણી ભરે, જુઓ તસવીરો

Aisha Sharma Photos: બોલીવુડમાં એવી અનેક હસીનાઓ છે જેમનું બેકગ્રાઉન્ડ ફિલ્મી દુનિયા નહીં પરંતુ કઈક અલગ  રહ્યું છે. કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જે રાજકીય પરિવારમાંથી આવીને બોલીવુડમાં ઓળખ  બનાવી છે. આ લેખમાં એક એવી અભિનેત્રી વિશે જણાવીશું જે પોલિટિકલ ફેમિલીમાંથી આવીને આજે બોલીવુડની હસીનાઓને ગ્લેમરમાં ટક્કર આપે છે. 

1/5
image

ફિલ્મોની દુનિયામાં અભિનેતા હોય કે અભિનેત્રી તેમણે પોતાના બોડી પર ખુબ ધ્યાન આપવાનું હોય છે. જેમાં તેઓ કોઈ કસર પણ છોડતા નથી. અમે આજે જે અભિનેત્રીની વાત કરીએ છીએ તે પણ પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. એટલું જ નહીં તે જીમની બહાર વધુ સ્પોટ પણ થાય છે.   

2/5
image

અહીં વાત કરી રહ્યા છીએ બિહારની રહીશ અભિનેત્રી આયેશા શર્માની જેણે ફિલ્મોમાં ચાર્મ ફેલાવ્યો છે. તેના પિતા બિહારના જાણીતા કોંગ્રેસી નેતા છે જેમનું નામ અજીત શર્મા છે. તેઓ કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પર ભાગલપુર બેઠક પરથી ત્રણ વખત ચૂંટાયા છે.  

3/5
image

અત્રે જણાવવાનું કે આયેશાએ વર્ષ 2018માં હિન્દી એક્શન ફિલ્મ 'સત્યમેવ જયતે'થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રીની સાથે આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ હતો. 33 વર્ષની આયેશા મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે. તેણે પોતાની કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. 

4/5
image

ફિલ્મી સફર શરૂ કરતા પહેલા અભિનેત્રીની બહેન નેહા શર્મા પણ બોલીવુડમાં સારી એવી નામના મેળવી ચૂકેલી છે. નેહાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. બંને સાથે જીમમાં જોવા મળતા હોય છે. આયેશાની જેમ નેહા પણ સુંદરતામાં ભલ ભલી અભિનેત્રીઓને પાછળ છોડે છે.   

5/5
image

આયેશા આયુષ્યમાન ખુરાનાના ગીત એકવારીના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. આ સાથે જ તે  હાર્ડી સંધૂના ગીત કુડિયા લાહૌર દિયા...અને તેરા હો કે નચદા ફિરા...મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. અત્રે જણાવવાનું કે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર 6.7 મિલિયન ફોલોઅર્સ છે. તે હંમેશા ફેન્સ માટે ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.