પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે, પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડ્યો

સુરતમાં પટેલના સમાજના એક કાર્યક્રમમાં સમાજના યુવાનો મુદ્દે મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ એક નિવેદન આપ્યું છે. મહિલા પીએસઆઈએ પોતાના નિવેદનમાં દુખ વ્યક્ત કર્યો છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 

પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે, પાટીદાર દીકરી અને મહિલા PSIએ સમાજને અરીસો દેખાડ્યો

સુરતઃ ગુજરાતમાં દારૂબંધી છે છતાં બેફામ દારૂનું વેચાણ થાય છે અને પોલીસની કાર્યવાહીમાં અનેક લોકો દારૂ પીતા ઝડપાતા હોય છે. સરકાર અને પોલીસ દ્વારા અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ રાજ્યમાં દરેક જગ્યાએ દારૂ મળી રહે છે. આ વચ્ચે સુરતના સરથાણના મહિલા PSIનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલા પીએસઆઈ કહી રહ્યાં છે કે દારૂ પીધેલા ઝડપાયેલા 15 યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે. 

મહિલા પીએસઆઈનો વીડિયો થયો વાયરલ
સુરતના સરથાણ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉર્વશી મેંદરપાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા પીએસઆઈ એક કાર્યક્રમમાં બોલી રહ્યાં છે. તે કહી રહ્યાં છે કે દારૂ પીધેલા 15 પકડાયેલા યુવાનોમાંથી 10 પાટીદાર યુવાનો હોય છે. મહિલા પીએસઆઈ કહે છે કે પીધેલા પકડાયા બાદ અમને છોડી દેવાની ભલામણ કરાય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 12, 2025

મહિલા પીએસઆઈ આગળ કહે છે કે સાયબરના નોંધાતા કેસમાં 50 કેસ પટેલ સમાજના હોય છે. મહિલા પીએસઆઈએ આ ટિપ્પણી પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં કરી હતી. મહિલા પીએસઆઈએ આ કાર્યક્રમમાં જે વાત કરી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. 

મહિલા પીએસઆઈના નિવેદન મામલે દિનેશ બાંભણીયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું પીએસઆઈના નિવેદનનું સમર્થન આપું છું. દિનેશ બાંભણીયાએ કહ્યું કે સમાજ આ બાબતે ગંભીર રીતે વિચારે તે જરૂરી છે. તેમણે કહ્યું કે પોલીસ કાર્યવાહી કડક રીતે થાય તો કોઈ વ્યક્તિએ ભલામણ ન કરવી જોઈએ. દિનેશ બાંભણિયાએ કહ્યું કે સમાજના લોકોએ મંથન કરી આ મુદ્દે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news