મોદીનો ઉપકાર ઉતારવા EC નિચલા સ્તર પર : આપ
ચૂંટણી પંચે વડાપ્રધાન કાર્યાલયનાં લેટર બોક્ષ બનવાથી બચવું જોઇએ. તે સ્વાયત સંસ્થા છે તે રીતે વર્તે
- આશુતોષે ચૂંટણી સ્તરને પોતાનાં સૌથી નિચલું સ્તર ગણાવ્યું
- આપ દ્વારા સમગ્ર મુદ્દાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો
- ચૂંટણી પંચ હવે વડાપ્રધાન આગળ નતમસ્તક થઇ ચુક્યું છે
Trending Photos
નવી દિલ્હી : લાભનાં પદ મુદ્દે પાર્ટીનાં 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરવા અંગે આપે ચુંટણી પંચ પર વળતો હૂમલો કર્યો છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે ચૂંટણી પંચનાં નિર્ણયને આપની વિરુદ્ધનું કાવત્રુ ગણાવ્યું હતું. પાર્ટીનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ભારદ્વાજે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે જોતી રિટાયર થતા પહેલા વડાપ્રધાન મોદીનું રૂણ ચુકવવા માંગે છે. ચુંટણી પંચનાં નિર્ણયને આપે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. પાર્ટી ધારાસભ્ય મદનલાલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
આમ આદમી પાર્ટીએ આ મુદ્દે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર પર હૂમલો કર્યો છે. આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્ય ચુંટણી કમિશ્નર અચલ કુમાર જોતીનો 23મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે. તેઓ 65 વર્ષનાં થઇ રહ્યા છે. જોતિ રિટાયર થતા પહેલા વડાપ્રધાનનું કરજ ઉતારવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચમાં આપનાં કોઇ પણ ધારાસભ્યની જુબાની થઇ નથી.
આપનાં વધારે એક નેતાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ સત્તાધારી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ નતમસ્તક થઇ ચુક્યું છે. આપ નેતા આશુતોષે ટ્વીટ કરીને કહ્યું કે, ચૂંટણી પંચને વડાપ્રધાનનાં લેટર બોક્સ ન બનવું જોઇએ. જો કે આજ સુધી આવું જ બન્યું છે. મારા જેવો વ્યક્તિ કે જેણે રિપોર્ટર તરીકે ટી.એન શેષન (પુર્વ મુખ્ય ચૂંટણી અધિકારી)નાં જમાનામાં ચૂંટણીને કવર કરી ચુક્યા છે, આજે હું કહી શકું છું કે ચુંટણી પંચ ક્યારે પણ આટલા નિચલા સ્તર સુધી ગયું નથી. ખુબ જ દુખદ બાબત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે