Delhi: ભાજપને જીત તો મળી ગઈ પરંતુ હવે કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી? AAP એ શું કર્યો મોટો દાવો

દિલ્લીમાં આમ આદમી પાર્ટીના મૂળિયા ઉખાડીને ભાજપ વર્ષો બાદ સત્તા પર પાછું ફર્યું છે પરંતુ હવે મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે? ખાસ વાંચો આ અહેવાલ. 

Delhi: ભાજપને જીત તો મળી ગઈ પરંતુ હવે કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી? AAP એ શું કર્યો મોટો દાવો

દિલ્લીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને 4 દિવસનો સમય વીતી ગયો છે છતાં પણ મુખ્યમંત્રીના ચહેરા પરનું સસ્પેન્સ હજું સમાપ્ત નથી થયું.. ઘણા રિપોર્ટ્સમાં એવા પણ દાવા કરવામાં આવ્યા છેકે, નામ તો નક્કી થઈ ગયું છે પરંતુ, પ્રધાનમંત્રી મોદી અમેરિકાથી પરત ફરશે ત્યાર બાદ જ જાહેરાત થઈ શકે છે. જોકે, આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપમાં ભાગલા પડ્યા હોવાનો દાવો કર્યો છે. 

જી હાં, ચર્ચા તો એવી જ ચાલી રહી છેકે, દિલ્લીના મુખ્યમંત્રીની જાહેરાત પ્રધાનમંત્રી મોદી ભારત પરત ફર્યા બાદ જ થશે. દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ચાર દિવસ પછી પણ મુખ્યમંત્રીનું નામ હજુ સુધી નક્કી થયું નથી.. માહિતી એવી પણ મળી રહી છેકે, 15 ફેબ્રુઆરીએ ફ્રાન્સ-અમેરિકા પ્રવાસથી મોદી પરત ફર્યા બાદ રવિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, ભાજપ આ વખતે દિલ્લીની સત્તા કોઈ અનુસૂચિત જાતિના ચહેરાના હાથમાં સોંપી શકે છે. જોકે, આ મામલે ધારાસભ્યો કંઈ બોલવા માટે તૈયાર નથી.

બુધવારે ભાજપની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 40થી વધુ વિશેષ સમિતિઓના સભ્યો, દિલ્લી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ, ચૂંટણી પ્રભારી બૈજયંત પાંડા, દિલ્હીના તમામ સાત સાંસદો અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી.. બેઠકમાં ચૂંટણી પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી.. ચૂંટણીમાં 22 બેઠકો પર થયેલી હારના કારણો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.  તો બીજી તરફ મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી મંથન પર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે.. મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં મોડું થવાને કારણે, AAP એ ભાજપમાં ભાગલા પડવાનો દાવો કર્યો છે.

ભાજપ તરફથી ચૂંટણીમાં જંપ લાવનાર ચાર મહિલાઓ જીત હાંસલ કરીને વિધાસભા પહોંચી છે.. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી પદની રેસમાં રેખા ગુપ્તા, શિખા રાય, પૂનમ શર્મા અને નીલમ પહેલવાનનું નામ સામેલ છે.. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે, તો આમ આદમી પાર્ટીને માત્ર 22 બેઠકો મળી છે.જ્યારે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news