આ ટ્રેને રેલવેને કરાવ્યું 628800000 નું નુકસાન, દરરોજ ખાલી રહી 250 સીટ, હાઈ લા... અમદાવાદ-મુંબઈ રૂટની ટ્રેન?
રેલવેને સૌથી વધુ કમાણી કરાવનારી ટ્રેન અને સૌથી વધુ ખોટ કરાવનારી ટ્રેન કઈ? ખાસ જાણો. આ ટ્રેનોએ કેમ ખોટ કરી એ પણ કારણ ખાસ જાણવા જેવું છે.
Trending Photos
Indian Railways Profitable Train: ભારતીય રેલવેનું દુનિયામાં સૌથી મોટું નેટવર્ક છે. ઈન્ડિયન રેલવે હેઠળ રોજ લગભઘ 12817 ટ્રેનો સંચાલિત થાય છે. દિવાળી, છઠ પૂજા, અને મહાકુંભ જેવા આયોજનના અવસરે રેલવે તરફથી સ્પેશિયલ ટ્રેનો સંચાલિત થાય છે. ભારતીય રેલવેની ટ્રેનો દ્વારા દરરોજ લગભગ અઢી કરોડ મુસાફરો સફર કરે છે. આટલું મોટું નેટવર્ક અને ભારે માંગણીના કારણે કેટલીક ટ્રેનો દર વર્ષે સેકડો કરોડની કમાણી કરે છે. પરંતુ આ બધા વચ્ચે કેટલીક ટ્રેન એવી પણ છે જે રેલવેને ભારે નુકસાન પહોંચાડી રહી છે.
સૌથી વધુ કમાણી કરાવતી ટ્રેનો
રેલવે તરફથી થોડા સમય પહેલા જાહેર કરાયેલા આંકડા મુજબ બેંગલુરુ રાજધાની એક્સપ્રેસે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવ્યો. બેંગ્લુરુ રાજધાની એક્સપ્રેસથી રેલવએ નાણાકીય વર્ષ 2022-23માં 176 કરોડ રૂપિયાની કમાણી કરી. રાજધાની એક્સપ્રેસ ટ્રેનો તેની ઝડપ, સુવિધાઓ અને ટાઈમસર હોવાના કારણે મુસાફરો વધુ પસંદ કરતા હોય છે. આ કારણ છે કે ટ્રોની કમાણી સતત વધી રહી છે.
સૌથી વધુ ખોટમાં રહેલી ટ્રેન
આ ઉપરાંત ભારતીય રેલવેની તેજસ એક્સપ્રેસ (દિલ્હી-લખનઉ) અને તેજસ એક્સપ્રેસ (અમદાવાદ-મુંબઈ)ને ભારે નુકસાન થયું. છેલ્લા ત્રણ વર્ષમાં આ ટ્રેનને 62.88 કરોડની ખોટ ગઈ. ભારતીય રેલવેએ 2019માં આ ટ્રેનોના સંચાલનની જવાબદારી IRCTCને આપી હતી. પરંતુ મુસાફરોની કમીના કારણે આ ટ્રેનોને ભારે નુકસાન ભોગવવું પડ્યું.
તેજસ એક્સપ્રેસને કેમ ખોટ ગઈ?
મુસાફરોની ઓછી સંખ્યાના કારણે દિલ્હીથી લખનઉ જતી તેજસ એક્સપ્રેસને 27.52 કરોડનું નુકસાન થયું. આ એક્સપ્રેસ ટ્રેનમાં રોજ 200થી 250 સીટો ખાલી રહે છે. જેની સીધી અસર કમાણી પર પડી. વાત જાણે એમ છે કે તેજસ એક્સપ્રેસ પહેલા રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ દોડે છે. જેનું ભાડું તેજસ એક્સપ્રેસથી ઓછું છે અને સુવિધાઓ પણ વધુ સારી છે. આથી મુસાફરો પહેલા રાજધાની કે શતાબ્દીમાં ટિકિટ બુક કરવાની કોશિશ કરે છે. જ્યારે આ બંનેમાં સીટ ન મળે તો ત્યારબાદ તેજસની ટિકિટ કરાવે છે.
તેજસના સંચાલનમાં ફેરફાર
ઓછા મુસાફરોના કારણે ટ્રેનની ફ્રિક્વન્સી ઘટાડી દેવામાં આવી. પહેલા આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડતી હતી. પરંતુ હવે ફક્ત ચાર દિવસ દોડે છે. કોવિડ મહામારી દરમિયાન ટ્રેનના સંચાલનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા. વર્ષ 2019થી 2022 વચ્ચે તેજસ એક્સપ્રેસને પાંચ વખત અસ્થાયી રીતે બંધ કરવી પડી. વર્ષ 2019-20માં ટ્રેને 2.33 કરોડ રૂપિયા નફો કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેની સ્થિતિ બગડતી ગઈ. 2020-21માં 16.69 કરોડ અને 2021-22માં 8.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
આ અંગે IRCTC ના અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે કોવિડ 19 મહામારી વખતે ટ્રેનો લાંબા સમય સુધી નહતી ચાલી. પરંતુ રેલવે તરફથી તેની ચૂકવણી સતત થઈ. તેની અસર એ થઈ કે કમાણી ઓછી થઈ અને ખોટ વધતી ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે