વિદ્યાર્થીને દુખાવો થયો અને સામે આવી શિક્ષકની હેવાનિયત, છાત્ર વિરુદ્ધ કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક શિક્ષકે પોતાની હેવાનિયત સંતોષવા માટે એક વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે હોસ્ટેલના ગૃહપતિ-શિક્ષક સામે તપાસ હાથ ધરી છે.
 

વિદ્યાર્થીને દુખાવો થયો અને સામે આવી શિક્ષકની હેવાનિયત, છાત્ર વિરુદ્ધ કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

કેતન બગડા, અમરેલીઃ શિક્ષકને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ શિક્ષકોના ખરાબ કૃત્યો સમયાંતરે સામે આવતા રહે છે. અમરેલી જિલ્લામાં એવી ઘટના સામે આવી છે, જેને સાંભળી શિક્ષકો પ્રત્યે તમારો વિશ્વાસ ઉઠી જશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક હોસ્ટેલમાં શિક્ષકે વિદ્યાર્થી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. 

અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકામાં આવેલ વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ ખુદ શાળાના જ શિક્ષક સામે નોંધાઈ છે. જી હાં શાળામાં ગૃહપતિ અને પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ સાવલિયા નામના વ્યક્તિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 

વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે. અહીં શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો અને ત્યાં જ રહેતો હતો. આ શિક્ષક વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવી ગંદા કામ કરી રહ્યો હતો. આ શિક્ષકે પાંચ તારીખે એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જ્યારે આ વિદ્યાર્થીના વાલી તેને નાસ્તો આપવા માટે હોસ્ટેલ પહોંચ્યા ત્યારે સમગ્ર બાબતે ભાંડો ફૂટ્યો હતો.

જ્યારે પરિવારજનો હોસ્ટેલમાં વિદ્યાર્થીને મળવા માટે આવ્યો ત્યારે તેને તાવ આવી રહ્યો હતો. આ દરમિયાન વાલી વિદ્યાર્થીને ઘરે લઈ જતા હતા. ત્યારે વિદ્યાર્થીએ સમગ્ર વાત પરિવારજનોને કરી હતી. ત્યારબાદ વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાને ઝડપી તેની પૂછપરછ શરૂ કરી છે. 

પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે એક પ્રાઇવેટ સ્કૂલ આવેલ છે. અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેનાજ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યુ હતું. તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115,2 પોકસો કલમ જુહેનસજસ્ટિસ એક્ટની કલમ અને એટ્રોસિટીની કલમ મુજબ ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news