વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં 13 મહિનાનું હોય છે વર્ષ, અન્ય દેશો કરતાં છે 7 વર્ષ પાછળ

General Knowledge : વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ માન્યતાઓ, પરંપરાઓ, જાતિઓ અને ધર્મો છે. પરંતુ જો આ બધી જગ્યાએ એક વસ્તુ સામાન્ય હોય તો તે છે વર્ષ અને મહિનો. પરંતુ આ પૃથ્વી પર એક એવો દેશ છે જ્યાં વર્ષમાં 12 નહીં પરંતુ કુલ 13 મહિના હોય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ દેશમાં એક વર્ષમાં કેમ 13 મહિના હોય છે. 

વિશ્વનો એકમાત્ર દેશ જ્યાં 13 મહિનાનું હોય છે વર્ષ, અન્ય દેશો કરતાં છે 7 વર્ષ પાછળ

General Knowledge : વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ માન્યતાઓ, પરંપરાઓ, જાતિઓ અને ધર્મો છે. પરંતુ જો આ બધી જગ્યાએ એક વસ્તુ સામાન્ય હોય તો તે છે વર્ષ અને મહિનો. પરંતુ આ પૃથ્વી પર એક એવો દેશ છે જ્યાં વર્ષમાં 12 નહીં પરંતુ કુલ 13 મહિના હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે. એટલું જ નહીં 13 મહિનાના કારણે આ દેશ આખી દુનિયાથી 7 વર્ષ પાછળ છે. 

આ દેશ બીજો કોઈ નહીં પણ ઈથોપિયા છે. ઇથોપિયા પોતાનામાં ખૂબ જ અનોખું છે. માત્ર કેલેન્ડર જ નહીં, આ દેશ અન્ય ઘણા કારણોસર પ્રખ્યાત છે.  તે આફ્રિકાના સૌથી સુંદર અને ફળદ્રુપ દેશોમાંનો એક છે. એવું માનવામાં આવે છે કે કોફીની ઉત્પત્તિ આ દેશમાં થઈ હતી. એટલું જ નહીં આ એકમાત્ર આફ્રિકન દેશ છે જે ક્યારેય બ્રિટિશ રાજના નિયંત્રણમાં નહોતો. ઇટાલીએ 1935માં આ દેશ પર કબજો કર્યો હતો અને તેની વસાહત બનાવી હતી પરંતુ માત્ર 6 વર્ષ પછી તે પાછી ખેંચી લીધી હતી. 

ઈથોપિયામાં 13 મહિનાનું હોય છે વર્ષ 

વિશ્વભરમાં એવી ઘણી સંસ્કૃતિઓ છે કે જેનું પોતાનું કેલેન્ડર છે જે તેઓ અનુસરે છે, જે પશ્ચિમી ગ્રેગોરિયન કેલેન્ડર જેવું નથી. જો કે, તેમ છતાં તેઓ ચોક્કસપણે વર્ષના 12 મહિનાના નિયમનું પાલન કરે છે. જો કે, ઇથોપિયન વર્ષમાં 13 મહિનાનો સમાવેશ થાય છે અને તે ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં સાત વર્ષ પાછળ છે.

ઇથોપિયામાં આજે પણ લોકો એ જ કેલેન્ડર અનુસરે છે જે ઈ.સ. 525માં રોમન ચર્ચ દ્વારા સુધારવામાં આવ્યું હતું. આ કારણોસર ઇથોપિયામાં નવી સદી 11 સપ્ટેમ્બર 2007ના રોજ શરૂ થઈ. આ કેલેન્ડરમાં પ્રથમ 12 મહિનામાં 30 દિવસ હોય છે, જ્યારે પાગુમ તરીકે ઓળખાતા છેલ્લા મહિનામાં પાંચ દિવસ હોય છે અને લીપ વર્ષમાં છ દિવસ હોય છે. 

આજની તારીખે પણ ઇથોપિયા તેના પ્રાચીન કૅલેન્ડરનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ, હવે મોટાભાગના ઇથોપિયનો ગ્રેગોરિયન કેલેન્ડરથી પરિચિત છે અને કેટલાક તો બે કેલેન્ડરનો પણ ઉપયોગ કરે છે. દેશમાં કેટલીક મહત્વપૂર્ણ રજાઓ એવા દિવસોમાં ઉજવવામાં આવે છે જે બાકીના વિશ્વ કરતાં અલગ હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news