હવે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારાઓની ખેર નથી, મોદી સરકાર લાવશે નવું બિલ, આકરા દંડની જોગવાઈ
દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારાઓને આકરી સજાની જોગવાઈ વાળું બિલ આવી શકે છે. મોદી સરકાર એ માટે તૈયારીઓ કરી રહી છે. વાંચો અહેવાલ.
Trending Photos
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા ભારતીયો સાથે કેવી વર્તણૂંક થઈ એ સમગ્ર વિશ્વએ જોયું. જોકે, હવે ભારતમાં ગેરકાયદેસર ઘૂસતા લોકોની પણ ખેર નથી.. જી હાં, ભારત સરકાર પણ વિઝા અને પાસપોર્ટ વગર એન્ટ્રી કરનારા ઘૂસણખોરો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરશે.. કેન્દ્ર સરકાર કડક નિયમો સાથેનું બિલ લાવશે જેમાં નકલી દસ્તાવેજથી ભારતમાં ઘૂસેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે.. આ બિલ માટે કેવી છે સરકારની તૈયારી.
એવું લાગે છે કે સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓને લઈને ધીમે ધીમે નવા અને કડક નિયમો બનાવવામાં આવશે. અમેરિકાએ હાલમાં શું કર્યું તે હવે આખી દુનિયાએ જોયું છે. ભારત પણ આ અંગે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે.. જો કોઈ વિદેશી નાગરિક માન્ય પાસપોર્ટ કે વિઝા વિના ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
કેન્દ્ર સરકાર વિઝા-પાસપોર્ટ વિના ભારતમાં એન્ટ્રી પર કડક કાયદો લાવવા જઈ રહી છે. જો કોઈ વિદેશી ખોટા કાગળીયા કરીને ભારતમાં ઘુસે છે, તો તેને અહીંથી કાઢી મુકવામાં આવશે. આ ઉપરાંત, 2 વર્ષની જેલની સજા થઈ શકે છે, જેને 7 વર્ષ સુધી વધારી શકાય છે. તેમજ 1 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ નિયમ ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 હેઠળ છે, જેને સરકાર સંસદના બજેટ સત્રમાં રજૂ કરશે. તેનો હેતુ ઇમિગ્રેશન અને વિદેશીઓ સંબંધિત વિષય પર બનાવેલા ચાર અલગ અલગ નિયમોને એકીકૃત કરવાનો છે. નવા નિયમો અમલમાં આવ્યા પછી ફોરેનર્સ એક્ટ 1946, પાસપોર્ટ એક્ટ 1920, ફોરેનર્સ રજિસ્ટ્રેશન એક્ટ 1939 અને ઇમિગ્રેશન એક્ટ 2000માં સુધારો કરીને એક વ્યાપક કાયદો બનાવવામાં આવશે..
હાલમાં, અમાન્ય પાસપોર્ટ અથવા વિઝા સાથે મુસાફરી કરતા વિદેશીઓને 5 વર્ષ સુધીની જેલ અને દંડ કરવામાં આવે છે.. નકલી પાસપોર્ટ સાથે પ્રવેશ કરનારાઓ માટે વધુમાં વધુ 8 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની જોગવાઈ છે..
નવા બિલમાં, ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા કોઈપણ વિદેશી વ્યક્તિ વિશેની માહિતી પણ ફોરેનર રજિસ્ટ્રેશન અધિકારીઓ સાથે શેર કરવામાં આવશે.. આ નિયમ એવી બધી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને અન્ય મેડિકલ સંસ્થાઓને પણ લાગુ પડશે જેમાં રહેણાંક સુવિધાઓ છે.. પ્રસ્તાવિત બિલ કેન્દ્ર સરકારને વિદેશીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, તેને ભારત છોડતા અટકાવવા, કોઈપણ વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવા, પોતાના ખર્ચે ભારતની બહાર મુસાફરી કરવા અને તેના ફોટો-બાયોમેટ્રિક્સ લેવાની મંજૂરી આપે છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે