અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, આ જિલ્લાઓમાં આગામી 2 દિવસ છે ખુબ જ ભારે!

આગામી 2 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગમાં પણ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, આ જિલ્લાઓમાં આગામી 2 દિવસ છે ખુબ જ ભારે!

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, પાટણ, સુરત, વલસાડ, ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી જામનગર અને અમદાવાદમાં વરસ્યો કમોસમી વરસાદના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. આ સાથે જ હજુ 2 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી 2 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગમાં પણ આગાહી કરવામાં આવી છે. 21 માર્ચે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21થી 22 તારીખે ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઇ રહી છે. શહેરમાં 40 થી 45 કિ.મીની ગતીએ પવન ફુંકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. 40 પાર પહોંચેલા તાપમાનમાં લોકોને ગરમીથી  રાહત મળી છે. બીજી બાજુ શહેરમાં ઠેર ઠેર ધુળની ડમરીઓ ઉડી રહી છે. જિલ્લામાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. 

અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરમાં પવન સાથે ધુળની ડમરીઓ પણ ઉડી છે. રીંગ રોડ, બોડકદેવ, માનસી ચાર રસ્તા, યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આશ્રમરોડ અને સરખેજ તેમજ નારોલ, નિકોલમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ શહેરના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. સાણંદ પંથકમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. સાણંદ GIDC વિસ્તારમાં માવઠું પડ્યું છે.

વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદ
વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું છે. કપરડાના સુથારપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આગાહી બાદ વરસાદ પડતા ખેડૂતોની મુસીબતમાં વધારો થયો છે.

ભરૂચમાં પણ પવન સાથે વરસાદ
ભરૂચના જંબુસરમાં એકાએક પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ટુંડજ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. સુરતના માંગરોળ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કોસંબા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

જામનગરમાં વરસાદ
લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હરીપર ગામના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બરફના કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.

દ્વારકામાં વરસાદ
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખંભાળિયાના ભટ્ટમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરના ગઢકા અને પટેલકા ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા તેમજ કલ્યાણપુર તાલુકાના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ 
કચ્છમાં સતત બીજા દિવસે પવન સાથે કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થયું છે. ભુજના થરાવડા,અબડાસાના ઉસ્તીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાગોદર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે.

બનાસકાંઠાના અંબાજી પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘઉંનો તૈયાર પાક પર વરસાદી પાણી પડતા કોહવાઈ ગયા છે. ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે. કરા સાથે પડેલા વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતા. જેના કારણે ઘઉંના બાંધેલા પુળા પાણીમાં તરબોળ જોવા મળ્યા હતા. ઘઉં કાળા પડી જતાં પુરતા ભાવ હવે નહીં મળે. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી સહાયની માગણી કરી કરી છે.

સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઘાગંઘ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે. કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતીત બન્યો છે

ઘોઘાના ઉખરલા ગામમાં કરા પડયા 
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ઘોઘાના ઉખરલા ગામમાં કરા પડયા છે. કેટલાક ગામોમાં આકરા તાપ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરના ત્રાંબક ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે. પાક નિષફળ જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કરા પડ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news