SURAT માં 100 ટકા ફેફસા ડેમેજ હોવા છતા પણ યુવાન બેઠો થયો, ડોક્ટર્સની મહેનત ફળી

શહેરમાં કોરોનાનો કહેર વર્તાયો હતો અને બીજી લહેરમાં એક તબક્કે સુરતમાં ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. દરમ્યાન સુરતમાં એક સોફ્ટવેર એન્જીનીયરને કોરોના થયો હતો. તેઓના ફેફસા ૧૦૦ ટકા ડેમેજ થયા હતા. ત્યારબાદ તેઓ ૧૨૬ દિવસ સુધી કોરોના સામે જંગ લડ્યા હતા. આખરે તેઓ આ જંગ જીત્યા છે. ૧૦૦ દિવસથી વધુ આઈસીયુ અને વેન્ટીલેટર પર રહ્યા બાદ તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
SURAT માં 100 ટકા ફેફસા ડેમેજ હોવા છતા પણ યુવાન બેઠો થયો, ડોક્ટર્સની મહેનત ફળી

સુરત : શહેરમાં કોરોનાનો કહેર વર્તાયો હતો અને બીજી લહેરમાં એક તબક્કે સુરતમાં ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. દરમ્યાન સુરતમાં એક સોફ્ટવેર એન્જીનીયરને કોરોના થયો હતો. તેઓના ફેફસા ૧૦૦ ટકા ડેમેજ થયા હતા. ત્યારબાદ તેઓ ૧૨૬ દિવસ સુધી કોરોના સામે જંગ લડ્યા હતા. આખરે તેઓ આ જંગ જીત્યા છે. ૧૦૦ દિવસથી વધુ આઈસીયુ અને વેન્ટીલેટર પર રહ્યા બાદ તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાયો હતો. સુરતમાં બીજી લહેર તો ખુબ જ ઘાતક નીવડી હતી. બીજી લહેરમાં એક તબક્કે સુરતમાં ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. તેમજ હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર શરુ કરવાની નોબત આવી હતી. આટલું જ નહી સ્મશાન ગૃહમાં પણ લાંબી લાઈનો જોવા મળતી હતી. આ દરમ્યાન સુરતમાં જયારે બીજી લહેર પીકઅપ પર હતી, ત્યારે સુરતમાં રહેતા સોફ્વેટર એન્જીનીયર જીતેન્દ્ર ભાલાણી કોરોના સંક્મ્રણનો ભોગ બન્યા હતા. તેઓએ રીપોર્ટ કરાવતા તેઓના ફેફસાં ૧૦૦ ટકા ડેમેજ થયા હોવાનું બહાર આવ્યું હતું. માત્ર એક જ દિવસમાં તેઓની તબિયત એટલી લથડી હતી. તેઓને તાત્કાલિક આઈસીયુ અને વેન્ટીલેટર પર મુકવાની ફરજ પડી હતી. જીતેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે લાલ દરવાજા ખાતે આવેલી સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહી તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. 

એટલું જ નહી તેઓ કોરોના સામેની આ જંગ એક બે કે ૧૫ દિવસ નહિ પરંતુ ૧૨૬ દિવસ સુધી લડ્યા હતા. ૧૨૬ દિવસમાંથી ૧૦૦ થી વધુ દિવસ તો તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. અને આખરે તેઓએ કોરોના સામેની આ જંગ જીતી લીધી છે. હવે તેઓ બિલકુલ સ્વસ્થ થયા છે અને ઘરે પરત ફર્યા છે. તેઓને સ્વસ્થ કરવા અનેક ડોક્ટર્સે ભગીરથ કાર્ય કર્યું છે. 

સુરતમાં જયારે કોરોનાની બીજી લહેર પીકઅપ પર હતી ત્યારે જીતેન્દ્રભાઈ તેઓને બતાવ્યા આવ્યા હતા. અને ત્યારબાદ રીપોર્ટ પરથી તેઓની પરિસ્થતિ ગંભીર થઇ હતી. જેથી તેઓને  હોસ્પીટલમાં દાખલ થવા જણાવ્યું હતું. તેઓની પરિસ્થતિ એટલી ગંભીર થઇ હતી કે તેઓને ૧ જ દિવસમાં આઈસીયુ અને બાદમાં વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા હતા. તેઓના ૧૦૦ ટકા ફેફસા ડેમેજ થઇ ગયા હતા. તેમને ૧૦૦ દિવસથી વધુ વેન્ટીલેટર પર રાખવા પડ્યા હતા. સારવાર દરમ્યાન તેઓના પરિવારનો સપોર્ટ પણ ખુબ રહ્યો હતો. અને તેઓ ૧૨૮ દિવસ કોરોના સામે લડ્યા બાદ તેઓ સ્વસ્થ થયા છે. 

તેઓના સબંધી મનોજભાઈ ભલાણીએ જાણાવ્યું હતુ કે જીતેન્દ્ર કુમાર ભલાણી મારો પિતરાઈ ભાઈ છે . તેને ૨૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ તેઓને કોરોના થતા  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓના ૧૦૦ ટકા ફેફસા ડેમેજ થયા હતા. તેઓ આજે સ્વસ્થ થયા છે જેથી અમે ભગવાન અને હોસ્પિટલના ડોક્ટર અને તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news