હવે કોરોનાના ફેલાવાથી કોઈ નહિ રોકી શકે, લોકમેળામાં લાખોની મેદનીમાં આવશે એનું શું!

Corona Alert :  લોકમેળામાં દરરોજ એક થી દોઢ લાખ લોકો આવશે. જેને કારણે રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં માનવમેદની ઉમટી પડશે. જો આ સ્થિતિ થશે તો કોરોનાની ચોથી લહેર સરકાર અને આરોગ્ય વિભાગ માટે ચિંતા સર્જી શકે છે

હવે કોરોનાના ફેલાવાથી કોઈ નહિ રોકી શકે, લોકમેળામાં લાખોની મેદનીમાં આવશે એનું શું!

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કોરોનાના ખતરાની ઘંટડી વાગી ગઈ છે. આવામાં સૌરાષ્ટ્રમાં હવે તહેવારની મોસમ આવી રહી છે. આવામાં તંત્રમાં ચિંતા ફરીવળી છે. જન્માષ્ટમી અને તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવશે તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. લોકમેળો અને તહેવારોમાં એક બીજાને મળવાથી કોરોના વકરવાનો ડર તંત્રને સેવાઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ એલર્ટ પર આવી ગયુ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી અને તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લોકમેળો અને તહેવારોને કારણે કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે. આવા સમયે લોકોએ ભીડ વાળી જગ્યાએ ટાળવું જોઈએ. એટલું જ નહીં જો તાવ, શરદી, ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જણાય તો એક-બીજાના ઘરે જવાનું ટાળો. સામાન્ય લક્ષણો ધરાવતા લોકોએ નૈતિક જવાબદારી સમજીને ભીડમાં જવાનું ટાળવું જોઈએ અને ઘરે જ રહેવું જોઈએ. તેમણે કહ્યુ કે, વેક્સીનના જેને ડોઝ આપવાના બાકી છે, તેવા લોકો વહેલી તકે વેક્સીનેશન કરાવે તે માટે 24 આરોગ્ય કેન્દ્રો પર વેક્સીનેશન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકોટમાં વહીવટી તંત્રએ લોકમેળાનું આયોજન કર્યું છે. લોકમેળામાં દરરોજ એક થી દોઢ લાખ લોકો આવશે. જેને કારણે રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં માનવમેદની ઉમટી પડશે. જો આ સ્થિતિ થશે તો કોરોનાની ચોથી લહેર સરકાર અને આરોગ્ય વિભાગ માટે ચિંતા સર્જી શકે છે. 

તહેવારોની ઉજવણી વચ્ચે આટલુ ધ્યાન રાખો

  • લોકમેળામાં ભીડમાં જાવ ત્યારે માસ્ક પહેરવાનું રાખો  
  • તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તહેવારોમાં એક-બીજાના ઘરે જવાનું ટાળો
  • લોકોએ ભીડ વાળી જગ્યાએ ટાળવું જોઈએ

આ પણ વાંચો : માતાના ખોળામાં સ્તનપાન કરતા બાળકને ખેંચી ગયો દીપડો, દોડીને શોધવા ગઈ તો મળ્યો દીકરાનો મૃતદેહ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. જ્યારે કોરોના સંક્રમણથી 954 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6274 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6262 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,36,985 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,970 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news