'ધ ડર્ટી પિક્ચર'માં કામ કરનાર અભિનેત્રી આર્યા બેનર્જીનું મોત, શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો મૃતદેહ


The dirty picture actress arya banerjee passes away:  આર્યા બેનર્જીનો મૃતદેહ કોલકત્તાના જોધપુર પાર્કમાં સ્થિત તેના ફ્લેટમાંથી મળ્યો છે. તેનો મૃતદેહ લોહીથી પથપથ હતો. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે. 

'ધ ડર્ટી પિક્ચર'માં કામ કરનાર અભિનેત્રી આર્યા બેનર્જીનું મોત, શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો મૃતદેહ

કોલકત્તાઃ 'ધ ડર્ટી પિક્ચર' અને 'લવ સેક્સ ઔર ધોખા' જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી આર્યા બેનર્જીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. આર્યા બેનર્જીનો મૃતદેહ કોલકત્તાના જોધપુર પાર્કમાં સ્થિત તેના ફ્લેટમાંથી મળ્યો છે. તેનો મૃતદેહ લોહીથી પથપથ હતો.

જાણવા મળી રહ્યું છે કે નોકરાણી આર્યા બેનર્જીના ઘરે કામ કરવા ગઈ હતી પરંતુ ઘણી વાર ફોન કર્યા બાદ કોઈ જવાબ ન મળ્યો. શંકા થવા પર ઝીલ પોલીસ સ્ટેશન ગઈ અને ઘટનાની જાણકારી આપી હતી. 

સૂચના મળતા ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. આર્યા બેનર્જીનો ફ્લેટ અંદરથી બંધ હતો. પોલીસે ફ્લેટનો દરવાજો તોડી પાડ્યો હતો. અંદર બેડ પર અભિનેત્રીનું બોડી મળ્યું હતું. તેના નાકમાંથી લોહી નિકળી રહ્યું હતું અને મોઢામાંથી ઉલ્ટી થઈ હતી. 

આર્યા બેનર્જીનું સાચુ નામ દેવદત્તા બેનર્જી હતું. તે પ્રસિદ્ધ સિતાર વાદક પંડિત નિખિલ બેનર્જીની સૌથી નાની પુત્રી હતી. તેણે ફિલ્મ લવ સેક્સ અને ધોખાથી ડેબ્યૂ કર્યું અને પછી તેણે ધ ડર્ટી પિક્ચરમાં કામ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news