Mission Impossible 7: ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલે ચોથા દિવસે બનાવ્યો રેકોર્ડ

Mission Impossible 7 ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન સામે આવી ગયું છે. જે એકદમ ચોંકાવનારું છે. આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ કલેક્શનનો આંકડો જાણીને તમે પણ ચોંકી જશો.. 

Mission Impossible 7: ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલે ચોથા દિવસે બનાવ્યો રેકોર્ડ

Mission Impossible 7 Collection Day 4: ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ 7' રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 12 કરોડનું શાનદાર કલેક્શન કર્યું અને બીજી બે ફિલ્મોને પાછળ છોડી દીધી. આ ફિલ્મને રિલીઝ થયાને પાંચ દિવસ થયા છે અને ચોથા દિવસે પણ તેનું કલેક્શન શાનદાર રહ્યું છે. 

ચોથા દિવસે કર્યું આટલું કલેક્શન 
ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7'એ ચોથા દિવસે એટલે કે શનિવારે 16 કરોડનું કલેક્શન કર્યું હતું. આ કલેક્શન બીજા અને ત્રીજા દિવસે થયેલા કલેક્શન કરતાં ઘણું વધારે છે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે ટોમ ક્રૂઝની આ ફિલ્મ રવિવારે વધુ કલેક્શન કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ રવિવારે સૌથી વધુ કલેક્શન કરી શકે છે.

No description available.

બનાવ્યો રેકોર્ડ 
ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7' 12 જુલાઈએ રિલીઝ થઈ હતી. કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 12 કરોડ 3 લાખ, બીજા દિવસે 8 કરોડ 75 લાખ, ત્રીજા દિવસે 9 કરોડ 15 લાખ અને ચોથા દિવસે 16 કરોડનું કલેક્શન કર્યું હતું. તો ચાર દિવસમાં આ ફિલ્મે 46 કરોડ 20 લાખનું કલેક્શન કર્યું છે.

ટોમ ક્રુઝ
ટોમ ક્રૂઝે અત્યાર સુધીમાં 'મિશન ઈમ્પોસિબલ'ની 6 સિરીઝમાંથી લગભગ 822 કરોડની કમાણી કરી છે. જ્યારે ટોમ ક્રુઝે આ ફિલ્મની 7મી સિરીઝથી લગભગ 98 થી 115 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સિવાય કેટલાક ટકા બોક્સ ઓફિસના નફામાંથી પણ મળશે. એટલું જ નહીં, ટોમ ક્રૂઝ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે, તેથી ટોમ ક્રૂઝને પણ તેનો ફાયદો થશે.

આ પણ વાંચો:
ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત

1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news