કિડનીનો પાવર વધારવો હોય, તો રોજ ખાવાનું શરૂ કરી દો આ ચટણી

Chutney For Kidney Health: આજની ખરાબ લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણને કારણે આપણા શરીર પર ખાસ કરીને કિડની પર ખરાબ અસર થઈ રહી છે.  આ ચટણીનું સેવન કરવાથી કિડનીની બીમારીઓ દૂર રહે છે. આ ચટણીને બનાવવા રીતે અમે અહીં તમને જણાવી રહ્યા છે. આ ઉપરાંત તે તમારા શરીરને કેવી રીતે ફાયદો કરે છે તે વિશે પણ અમે વિગતવાર વાત કરીશું.

કિડનીનો પાવર વધારવો હોય, તો રોજ ખાવાનું શરૂ કરી દો આ ચટણી

Chutney For Kidney Health: આજની ખરાબ લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણને કારણે આપણા શરીર પર ખાસ કરીને કિડની પર ખરાબ અસર થઈ રહી છે. જેના કારણે શરીરમાં યુરિક એસિડ, કિડનીમાં પથરી અને અન્ય બીમારીઓનો ખતરો વધી જાય છે. તેને નિયંત્રિત કરવા માટે ઘરેલું ઉપચાર અસરકારક સાબિત થઈ શકે છે. કોથમીર, ફુદીનો, લસણ, આદુ અને લીંબુમાંથી બનાવેલી લીલી ચટણી આ બધી સમસ્યાઓથી રાહત અપાવવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. અમે લેખમાં ચટણી બનાવવા માટેની સામગ્રી, તેને બનાવવાની પદ્ધતિ અને તે તમારા શરીરને કેવી રીતે લાભ કરે છે તેના વિશે વિગતવાર વાત કરીશું.

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
આ ચટણી બનાવવા માટે તમારે 1 કપ કોથમીર, અડધો કપ ફુદીનાના પાન, 2-3 લસણની કળી, 1 ઈંચ આદુનો ટુકડો, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી જીરું પાવડર, કાળું મીઠું સ્વાદ મુજબ અને 1 લીલું મરચું (વૈકલ્પિક)ની જરૂર પડશે.

ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી
સૌ પ્રથમ મીઠું સિવાયની બધી સામગ્રીને સારી રીતે ધોઈ લો અને મિક્સરમાં પીસી લો. જ્યારે પેસ્ટ સારી રીતે તૈયાર થઈ જાય, ત્યારે તેમાં મીઠું મિક્સ કરો અને ચટણીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને તેને ફ્રિજમાં મુકી દો.

કોથમીર, ફુદીનો, લસણ, આદુ અને લીંબુની ચટણીના ફાયદા

  • આ ચટણીમાં રહેલા ડાઈયૂરેટિક ગુણો યુરિક એસિડને યૂરિન દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે.
  • લીંબુ અને આદુ કિડનીને ડિટોક્સ કરવામાં મદદરૂપ હોય છે.
  • લસણ અને આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સોજો અને દુખાવો ઘટાડે છે.
  • આ ચટણીમાં વપરાતા મસાલા પાચનતંત્રને મજબૂત બનાવે છે.
  • તમે દરરોજ 1 થી 2 ચમચી આ ચટણી ખાઈ શકો છો.

અપ્સરાથી કમ નથી કપૂર ખાનદાનની 24 વર્ષની આ દીકરી, વર્ષો સુધી લાઈમલાઈટથી રહી દૂર; હવે કરશે બોલીવૂડમાં ડેબ્યૂ

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news