મોટા સમાચાર: ગુજરાતની 215 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય, કોંગ્રેસને સૌથી મોટો ફટકો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ તરફી 215 બેઠકો બિન હરીફ થઈ ગઈ છે. 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે.

મોટા સમાચાર: ગુજરાતની 215 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય, કોંગ્રેસને સૌથી મોટો ફટકો

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો દાવો કરાયો છે. જી હા...સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ તરફી 215 બેઠકો બિન હરીફ થઈ ગઈ છે. 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો મળી હોવાની વાત સામે આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ, જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે. 

મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યો તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની વિકાસની રણનીતિ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રજા સુધી પહોંચી પ્રજાલક્ષી કાર્યો કર્યા છેm તે જનતાએ સ્વીકારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે તે સાબિત કરી બતાવ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news