શું પરિણીત દીકરીઓ પિતાની સંપત્તિ પર કરી શકે છે દાવો, જાણો શું કહે છે ભારતીય કાયદો?
સુપ્રીમ કોર્ટના એક આદેશ મતે હિન્દુ ધર્મમાં પૈદા થનાર યુવતી પોતાના જન્મની સાથે જ પોતાના પિતાની પ્રોપર્ટીમાં બરાબરીનો ભાગ હોય છે. આ નિયમ હિન્દુ ધર્મની સાથે સાથે બૌદ્ધ, શીખ, જૈન સમાજ માટે પણ લાગૂ થાય છે.
Trending Photos
સમાજનો એક વર્ગ આજે પણ ભારતને પુરુષ પ્રધાન દેશ જ માને છે. દેશનો એક સામાન્ય પરિવાર પણ સદીઓથી ચાલી આવતી આ પરંપરાને અનુસરી રહ્યો છે. સામાન્ય રીતે સામાન્ય પરિવારમાં એવું જોવા મળતું હોય છે કે પિતાની સંપત્તિ પર પુત્રોનો જ અધિકાર હોય છે. સદીઓથી જોવામાં આવી રહ્યું છે કે પિતાની મિલકત માત્ર પુત્રોમાં જ વહેંચવામાં આવે છે, જ્યારે પુત્રીઓને પિતાની મિલકતમાં કોઈ પણ જાતનો હિસ્સો મળતો નથી. પરંતુ દેશનો કાયદો આ પરંપરાને બિલકુલ માનતો નથી. આજે આપણે અહીં વાત કરીશું કે શું પરિણીત દીકરીઓ તેમના પિતાની મિલકત પર દાવો કરી શકે છે?
પિતાની સંપત્તિ પર દીકરીઓના હકને લઈને શું કહે છે કાયદો?
ભારતીય બંધારણના હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ 2005 મુજબ દીકરીઓને પિતાની મિલકત પર પુત્રો જેટલો જ હક્ક અને અધિકાર હોય છે. દીકરી કુંવારી હોય કે પરિણીત હોય તેનાથી કોઈ જ ફરક પડતો નથી. આનો સીધો અર્થ એ થાય છે કે પરિણીત પુત્રીઓ પણ તેમના પિતાની મિલકતમાં સમાન હિસ્સા માટે દાવો કરી શકે છે. જો કોઈ વ્યક્તિને એક પુત્ર અને એક પુત્રી હોય તો પુત્રી તેના પિતાની મિલકતના અડધા એટલે કે મિલકતમાં તેના ભાઈના સમાન હિસ્સાનો દાવો કરી શકે છે.
જો આમ થશે તો પિતાની પ્રોપર્ટી પર દાવો નહીં કરી શકે દીકરીઓ!
પરંતુ આ કિસ્સામાં એવી સ્થિતિ છે કે પુત્રી તેના પિતાની મિલકત પર દાવો કરી શકતી નથી. કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના મૃત્યુ પહેલા તેની પુત્રીનું નામ તેની વસિયતમાં સામેલ ન કરે, તો આવી સ્થિતિમાં પુત્રી તેના પિતાની સંપત્તિ પર દાવો કરી શકતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હિન્દુ ધર્મમાં જન્મેલી છોકરીનો જન્મ થયો ત્યારથી જ તેના પિતાની સંપત્તિમાં સમાન હિસ્સો હોય છે. આ નિયમ હિંદુ ધર્મ તેમજ બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયોને લાગુ પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે