સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ગુજરાતમાં ભાજપનો નવો દાવ, સામેના ઉમેદવારને પાડી દો!

Gujarat Local Body Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે... ભાજપે એવો દાવ ખેલ્યો કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પોતાના ઉમેદવાર બચાવવા આમતેમ દોડવું પડ્યું છે... આપ-કોંગ્રેસ ભાજપ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ગુજરાતમાં ભાજપનો નવો દાવ, સામેના ઉમેદવારને પાડી દો!

Gujarat Politics : ગુજરાતમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રાજકારણ હવે ધીરે ધીર ગરમ બની રહ્યુ છે. કારણ કે, ઉમેદવારી કરવા કરતા ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી છે. ઉમેદવારી ચકાસાણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે. આ કારણે કોંગ્રેસ ગુસ્સે ભરાયુ છે. આવામાં આપ અને કોંગ્રેસને ડેમેજ કન્ટ્રોલ કરવાની જરૂર પડી છે. પોતાના ઉમેદવાર બચાવવા હવતિયા મારવા પડ્યા છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ઉમેદવાર અને ટેકેદારને થતી હેરાનગતિનો લઈને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ છે. આજે ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરાશે. 

વોટિંગ વગર વિજેતાના આ ખેલમાં કચ્છમાં ૭ વોર્ડની ૨૮ બેઠકો ધરાવતા ભચાઉ પાલિકામાં જ ચૂંટણી પહેલા ભાજપને બહુમતી મળી ચૂકી છે. તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કૉર્મ ચકાસણીમાં પડાપડ ઉમેદવારી રદ થતા ભાજપના ૧૦ ઉમેદવારો બિન હરીફ બન્યા છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઉમેદવાર બચાવો અભિયાન શરૂ કરવું પડ્યું છે. 

ભાજપ ડર અને ભયનું વાતાવરણ ઉભુ કરે છે - કોંગ્રેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે, નગરપાલિકાની તમામ બેઠક પર કોંગ્રેસ લડી રહી છે. પરંતું ભાજપ લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે ડર અને ભયનું વાતાવરણ ઉભુ કરી રહ્યું છે. ચુંટણીમાં ઉમેદવારો ઊભા ન રાખવા તેવા કામ ભાજપે કર્યા. ડર અને ભયનું વાતાવરણ ઉભુ કરીને ફોર્મ પાછા ખંચવાનું કામ ભાજપ કરી રહી છે. કોડીનાર , ધરમપુર , હળવદ સહિત ઘણી જગ્યાની ફરીયાદ મળી છે. અમે સ્થાનિક અધિકારીઓને ફરીયાદ પણ કરી છે. જ્યાં જ્યાં ફરીયાદ મળી તે અંગે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે. રાજ્ય ચુંટણી પંચને વિસ્તૃત રજૂઆત કરવામાં આવશે.

મૂળુભાઈ બેરા પર ઉમેદવારોને ધમકાવવાનો આપનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આગામી ચૂંટણી રદ કરી ફરી ચૂંટણી કરાવવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે. ઈસુદાન ગઢવીએ ભાજપ મંત્રી મુળુભાઈ બેરા ઉપર આક્ષેપ લગાવ્યા કે તેઓ ખોટી રીતે આપના ઉમેદવારોને ધમકાવી રહ્યા છે. તેમની ધમકીના કારણે ભાણવડ નગરપાલિકાના RO એ લોકશાહીની હત્યાં કરી છે. ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું કે ભાણવડમાં ભાજપે પ્રયત્ન કર્યા કે કોઈ પણ રીતે આપ અને કોંગ્રેસ વચ્છે ગઠબંધન ના થાય. ગઈ કાલે RO એ મૌખિક રીતે અમને વાંધા લૈખિતમાં આપ્યા નહી. 3 વાગે RO એ અમને જણાવ્યું કે તેમને કોઈ વાંધો નથી અને 4 વાગે RO એ અમારા ઉમેદવારો જતા રહ્યા બાદ અરજી નકારી કાઢી. મંત્રીના ફોનથી આપના 8 ઉમેદવારોના ફોર્મ રદ કર્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ભાણવડ નગરપાલિકાના કેટલાક વોર્ડમાં આપ ની સ્થિતિ મજબૂત છે. અહીં ભજપને ઉમેદવારો મળતા નથી તેથી આવા કૃત્યો કરવામાં આવે છે. આ મામલે તેઓ ચૂંટણી આયોગમાં અને હાઇકોર્ટ પણ જશે.  

ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ 
ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય કાવા દાવા શરૂ થયા છે. ધોરાજી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આપ દ્વારા પોતાના 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફોર્મ પરત ન ખેંચે એવા હેતુથી તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવાર ધોરાજી પરત ફરશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ ખેંચી લેવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. ઉમેદવારોને આર્થિક પ્રલોભન આપીને ફોર્મ પાછું ખેંચી લેવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો. 

પંચમહાલમાં ફોર્મ પરત ખેંચાયું 
હાલોલના શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભગવો લહેરાયો છે. ભાજપના મીનાબેન પરમાર શીવરાજપુર તાલુકા પંચાયત બેઠક પરથી બિન હરીફ જાહેર થયા. પંચમહાલમાં બે નગરપાલિકા સાથે શીવરાજ જિલ્લા પંચાયત બેઠક માટે પણ પેટા ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપના ઉમેદવાર સામે કોઈ પણ ઉમેદવારી પત્ર ન રહેતા બિનહરીફ જાહેર કરાયા.

ધરમપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામા
ધરમપુર નગર પાલિકાની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અંતિમ ઘડીએ બબાલ જોવા મળી. વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેચ્યું છે. ધરમપુરમાં ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો. રોષે ભરાયેલા કોંગી કાર્યકરો એ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ પર રોષ વ્યક્ત કર્યો. ભાજપ દાદાગીરી કરી કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો. વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પતર ખેચ્યું. નીલોફર તનવીર નામના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપ બિનહરીફ જાહેર થયુ છે. ભાજપના ઉમેદવાર સાબિસ્તા બાનું સાજીદ દાઉદી વોર્ડ નંબર 1 માં બિનહરીફ વિજેતા બન્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news