કડાકા ભડાકા સાથે આવશે ભયાનક તોફાન! ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ, અંબાલાલની આગાહી
Ambalal Patel Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ 4 અને 5 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તર ભારતમાંથી હવે શિયાળાની વિદાય થવા જઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આગામી થોડા દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે, 6 અને 7 ફેબ્રુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાન આવી શકે છે.
પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ 4 અને 5 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેમજ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
ધુમ્મસનો કહેર યથાવત
સવારે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટરથી ઓછી છે. પંજાબના અમૃતસર અને લુધિયાણામાં ધુમ્મસના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 4 ફેબ્રુઆરીએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 6 અને 7 ફેબ્રુઆરીએ ભારે વરસાદ અને તોફાન આવી શકે છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં 7 ફેબ્રુઆરીએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના
ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી 2-4 દિવસમાં તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પશ્ચિમ ભારતમાં પણ આગામી 2 દિવસમાં તાપમાનમાં ઘટાડા બાદ થોડો વધારો થવાની સંભાવના છે. પૂર્વ ભારતમાં તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે, જ્યારે મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં 3-5 ડિગ્રી વધુ રહેશે.
ફેબ્રુઆરી શરૂ થતાં જ દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતમાં પણ કમોસમી માવઠાનું આગમન થઈ ગયુ છે. આવામાં આજે 4 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ક્યાં ક્યાં આગાહી છે તેના પર એક નજર કરીએ. સાબરકાંઠામાં કમોસમી વરસાદી ઝાપટું આવ્યું. લગ્ન સીઝનમાં કમોસમી વરસાદી ઝાપટું વિધ્ન બન્યું છે. ગાંભોઈ પંથકની આજુ બાજુમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. ગાંભોઈમાં વરસાદી ઝાપટા બાદ વીજળી ગુલ થતા અંધારપટ પણ છવાયો છે. વરસાદી ઝાપટાને લઈને ખેડૂતો ચિંતિત થયા છે.
અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠા ની આગાહી કરી છે તે જોતા અંબાજી દાંતા પંથકમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યો છે. જે જોતા ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે. એટલું જ નહિ, ઘઉંની ઉંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી છે. તો રાયડો પણ લચવા લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
જોકે ખેડૂતોના મતે, વરસાદી ઝાપટાના કારણે રાયડાનો પાક પણ આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે. જો હવે વધુ વરસાદી માવઠું કે કરાનો વરસાદ પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડાને ઘઉંના પાકને મોટી નુકશાની થઇ શકે છે. આ ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. થોડા દિવસોમાં તૈયાર થયેલો પાક લેવાનો સમય આવે તે પહેલા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે ને વરસાદી માવઠું ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે નવી આગાહી કરતા જણાવ્યું કે, ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આજથી વાતાવરણમાં 2-4 ડિગ્રી ઘટશે. ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે.
તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
Trending Photos