આગામી સમયમાં Smartphone બની જશે ઈતિહાસ! આ ડિવાઈસ બનશે નવો બાદશાહ
Smartphone: જો તમને લાગે છે કે સ્માર્ટફોનને કોઈ પણ વસ્તુ રિપ્લેસ કરી શકતી નથી, તો OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને એક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. હવે તેઓ એક નવું ડિવાઈસ લાવવાના છે, જે સ્માર્ટફોનની દુનિયાને બદલી નાખશે. આ ડિવાઈસ એપલના ભૂતપૂર્વ ડિઝાઈન ચીફ જોની ઈવના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
Trending Photos
Smartphone: OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને નવા AI-આધારિત હાર્ડવેર ડિવાઈસની પ્લાનિંગનો ખુલાસો કર્યો છે. જેનાથી તે પરંપરાગત સ્માર્ટફોનનું સ્થાન લેવાની ઉમ્મીદ કરી રહ્યા છે. આ ડિવાઈસ એપલના ભૂતપૂર્વ ડિઝાઈન ચીફ જોની ઈવના સહયોગથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ યુઝર્સની ટેક્નોલોજીથી ઈન્ટરેક્ટ કરવાની રીતને સંપૂર્ણપણે બદલી શકે છે. ઓલ્ટમેન માને છે કે, આ નવું ડિવાઈસ જનરેટિવ એઆઈ (Generative AI)નો ઉપયોગ કરીને સ્માર્ટફોનના હાલના સોફ્ટવેર કરતા પણ વધુ સારું પ્રદર્શન કરી શકે છે.
સ્માર્ટફોનથી કેવી રીતે અલગ હશે?
આ પ્રોજેક્ટ પર છેલ્લા એક વર્ષથી કામ ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટ પર મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસ પરંપરાગત ટચ અને ટાઇપિંગ ઇનપુટથી અલગ હશે અને તેની મુખ્ય વિશેષતા વોઇસ કમાન્ડ અને અન્ય સિમ્પલ ઇન્ટરફેસ હશે. આનો અર્થ એ છે કે, યુઝર્સ ફક્ત બોલીને અથવા સરળ હાવભાવનો ઉપયોગ કરીને ઉપકરણને સંચાલિત કરી શકશે. આ ટેક્નોલોજી સાથે વાતચીત કરવાનું સરળ બનાવશે.
ઓલ્ટમેન અને જોની ઈવની પાર્ટનરશિપ
સેમ ઓલ્ટમેન અને જોની ઈવ આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે એકસાથે મળીને કામ કરી રહ્યા છે. જોની ઈવ જેમણે iPhone અને Appleના અન્ય ઘણા પ્રોડક્ટસને ડિઝાઇન કર્યા છે. આનાથી આ ડિવાઈસને માત્ર ટેકનિકલી જ નહીં પરંતુ ડિઝાઇનના દૃષ્ટિકોણથી પણ શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે.
બજારમાં આવવામાં લાગશે અમુક વર્ષ
હાલમાં આ ડિવાઈસ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. ઓલ્ટમેને સંકેત આપ્યો છે કે આ ડિવાઈસના એક પ્રોટોટાઇપને તૈયાર થવામાં થોડા વર્ષો લાગી શકે છે.
OpenAIના નવા એઆઈ એજન્ટ “ડીપ રિસર્ચ” પણ થયું લોન્ચ
આ દરમિયાન OpenAIએ એક નવું AI એજન્ટ “ડીપ રિસર્ચ” પણ લોન્ચ કર્યું છે. તે ખાસ કરીને તે યુઝર્સ માટે બનાવવામાં આવ્યું છે જેઓ સઘન અભ્યાસ અને સંશોધન કાર્યમાં રોકાયેલા છે. આ ટૂલ ફાઇનાન્સ, સાયન્સ, પોલીસી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં જટિલ સંશોધન કાર્યોને સરળ બનાવવામાં મદદ કરશે. જો આ નવું AI-આધારિત ડિવાઈસ સ્માર્ટફોનને બદલવામાં સફળ થશે, તો તે ટેક્નોલોજીની દુનિયામાં મોટું પરિવર્તન લાવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આગામી વર્ષોમાં આ પ્રોજેક્ટ કઈ દિશામાં આગળ વધે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે