30 વર્ષ બાદ બનશે શનિ અને શુક્ર દેવનો દુર્લભ સંયોગ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા
Venus and Saturn Ki Yuti: વૈદિક જ્યોતિષ પ્રમાણે માર્ચ મહિનામાં શુક્ર અને શનિનો સંયોગ બની રહ્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
શુક્ર-શનિ દેવનો સંયોગ
વૈદિક જ્યોતિષ અનુસાર નવગ્રહોનો આપસમાં મિત્રતા અને શત્રુતાનો ભાવ વિદ્યામાન છે. તમને જણાવી દઈએ કે ગોચરમાં શત્રુ અને મિત્ર ગ્રહોની યુતિ સમય-સમય પર બને છે. જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે 28 માર્ચે શનિ દેવ મીન રાશિમાં ગોચર કરશે, જ્યાં પહેલાથી શુક્ર ગ્રહની સ્થિતિ છે. તેવામાં શુક્ર અને શનિની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 30 વર્ષ બાદ મીન રાશિમાં બનશે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે આ લોકોને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મીન રાશિ
તમારા લોકો માટે શુક્ર અને શનિ દેવનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયે તમે ધંધો કરી રહ્યાં છો તો ભાગીદારીમાં કામ ફાયદાકારક રહેશે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. અટવાયેલા પૈસા પરત મળવાની આશા છે. આ સમયે તમારૂ લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે.
મકર રાશિ
શનિ અને શુક્ર ગ્રહનો સંયોગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ત્રીજા સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તો શનિ દેવ તમારી રાશિથી ધનભાવના સ્વામી છે. તેથી આ દરમિયાન તમારૂ કમ્યુનિકેશન સારૂ થશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. તમારા દ્વારા લેવામાં આવેલા તત્કાલ નિર્ણયની પ્રશંસા થશે. આ દરમિયાન તમને અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ દરમિયાન તે લોકોને વિશેષ લાભ થઈ શકે છે, જેનું કામ કારોબાર, મીડિયા, વાણી, માર્કેટિંગ, બેન્કિંગ અને ગણિત સાથે જોડાયેલું છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
તમારા લોકો માટે શુક્ર અને શનિની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના 11મા ભાવ પર બનવા જઈ રહી છે. આ દરમિયાન કામ-ધંધામાં તમારી પ્રગતિ થઈ શકે છે. સાથે કાર્ય-વેપારમાં પ્રગતિ થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો તમને લાભ થશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત બની શકે છે. સાથે આવકમાં વધારો થઈ શકે છે. આ સમયે સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ કે વેપાર સાથે જોડાયેલા લોકો નફો મેળવી શકે છે. વિદેશ યાત્રા કે લાંબા અંતરની યાત્રાથી વ્યાવસાયિક લાભ મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos