Sugar Detox: બસ 15 દિવસ ખાંડ ખાવાનું બંધ કરવાથી શરીરમાં દેખાય છે પોઝિટિવ ફેરફાર, સૌથી વધુ તો આ લોકોને થશે લાભ
Sugar Detox: મીઠી વસ્તુઓ ખાવી નાના-મોટા સૌને ગમે છે. પરંતુ વધારે પડતી ખાંડ શરીર માટે નુકસાનકારક છે. ખાંડથી થતા નુકસાન વિશે જાણવું હોય તો બસ 15 દિવસ ખાંડનો ઉપયોગ બંધ કરો. તમે જાતે જ સમજી જશો કે ખાંડ ખાવાનું બંધ કરી દેવાથી પણ શરીરને કેટલાક લાભ થાય છે.
Trending Photos
Sugar Detox: શું તમને પણ વધારે મીઠાઈ ખાવાની આદત છે ? જમ્યા પછી મીઠાઈ કે ચોકલેટ ખાધા વિના તમને પણ ચાલતું નથી? કે વારંવાર મીઠી વસ્તુઓ ખાવાની ઈચ્છા થયા કરે છે? આ બધી જ ઈચ્છાઓ જો તમે નિયમિત પૂરી કરતા હશો તો વજન ઘટાડવું, ત્વચાની સુંદરતા અને શરીર સ્વસ્થ રાખવું અશક્ય છે.
જો દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ખાંડનું સેવન કરવામાં આવે તો શરીરની આ સમસ્યાઓ સતત વધતી રહે છે. ખાંડ શરીરને નુકસાન કરે છે. જો આ વાતને સમજવી હોય અને ખાંડ છોડવાથી શરીરને થતા ફાયદાઓ વિશે જાણવું હોય તો બસ 15 દિવસ માટે ખાંડનો ઉપયોગ બંધ કરો. જો તમે 15 દિવસ પણ ખાંડ ખાવાનું બંધ કરશો તો તમે જાતે જ શરીરમાં કેટલાક મહત્વપૂર્ણ ફાયદા અનુભવવા લાગશો.
હેલ્થ એક્સપર્ટ અનુસાર જો ફક્ત બે અઠવાડિયા સુધી ખાંડ ખાવાનું બંધ કરવામાં આવે તો લીવર અને આંતરડાનું સ્વાસ્થ્ય જબરદસ્ત રીતે સુધારવા લાગે છે. જે પણ વ્યક્તિ ખાંડ છોડવાનો આ એક્સપેરિમેન્ટ કરે છે તે પોતાના શરીરમાં 15 જ દિવસમાં ચોંકાવનારા ફેરફાર અનુભવી શકે છે. જો તમે પણ પંદર દિવસ માટે ખાંડ ખાવાનું બંધ કરશો તો તમારા શરીરમાં આ પ્રકારના પોઝિટિવ ફેરફાર જોવા મળશે
ચહેરાની બનાવટ સુધરશે
જે લોકો રોજ વધારે માત્રામાં ખાંડનું સેવન કરતા હોય છે તેમનો ચહેરો સોજેલો અથવા તો ફૂલેલો દેખાય છે. જો તમે બે અઠવાડિયા સુધી ખાંડનો ઉપયોગ નથી કરતા તો ચહેરાની નેચરલ બનાવટ ફરીથી દેખાવા લાગે છે. તમે પહેલા કરતાં વધારે ફીટ અને આકર્ષક દેખાવા લાગશો.
આંખની પફીનેસ ઓછી થશે
ખાંડ શરીરમાં વોટર રીટન્સન વધારે છે. જેના કારણે ચહેરા અને આંખની આસપાસ સોજો આવી જાય છે. જો તમે ખાંડ ખાવાનું બંધ કરો છો તો આંખની પફીનેસ ઓછી થઈ જાય છે અને તમે ફ્રેશ ફીલ કરો છો.
પેટની ચરબી ઝડપથી ઓગળશે
પેટની ચરબી ઘટાડવા માટે વર્કઆઉટ અને ડાયટિંગ કરવા છતાં પણ અસર થતી ન હોય તો બસ ખાંડ ખાવાનું છોડી દો. જો તમે ખાંડ ખાવાનું છોડી દેશો તો પેટની ચરબી ઝડપથી ઓછી થવા લાગશે. કારણકે ખાંડ લીવરમાં ફેટ જમા કરે છે. જો તમે ખાંડ જ નહીં ખાવ તો લીવરની ચરબી ઓછી થવા લાગશે અને બેલીફેટ ઝડપથી ઘટશે.
ગટ હેલ્થ સુધરશે
આપણા આંતરડામાં ગુડ બેક્ટેરિયા હોય છે જે પાચનને યોગ્ય રાખે છે. વધારે ખાંડ ખાવાથી આ બેક્ટેરિયા પ્રભાવિત થાય છે. જેના કારણે પેટમાં ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યા થાય છે. જો તમે બે અઠવાડિયા માટે ખાંડ છોડી દો છો તો ગટ હેલ્થ સુધરે છે.
સ્કિન દેખાશે ગ્લોઇંગ
જો તમારા ચહેરા પર ખીલ, રેડનેસ કે ડાઘ વધી રહ્યા છે તો ખાંડ ખાવાનું છોડો. જો તમે ખાંડ ખાવાનું છોડી દેશો તો સ્કીન પર થતી આ સમસ્યાઓ ઓછી થવા લાગશે અને સ્કીન વધારે ચમકદાર તેમજ હેલ્ધી દેખાશે.
બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર વધારે ખાંડ ખાવાથી બ્લડપ્રેશર સોજા અને હૃદય રોગનું જોખમ વધી જાય છે. જો તમે 15 દિવસ ખાંડ ખાવાનું છોડી દો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે છે અને હાર્ટ હેલ્થમાં પણ સુધારો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે