PM Modi In Mahakumbh: મહાકુંભ પહોંચ્યા PM મોદી, ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી, જુઓ Video

PM Modi Takes a Holy Dip at Triveni Sangam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. 

PM Modi In Mahakumbh: મહાકુંભ પહોંચ્યા PM મોદી, ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ પહોંચ્યા. આ અવસરે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ દરમિાયન તેઓ માતા ગંગાની પૂજા અર્ચના કરી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા. 

પીએમ મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી. આ અવસરે પીએમ મોદીએ ભગવા કપડાં પહેર્યા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડુબકી લગાવી. 

(Source: ANI/DD)

— ANI (@ANI) February 5, 2025

આ અગાઉ પીએમ મોદીનું વિમાન જ્યારે બમરૌલી એરપોર્ટ પહોંચ્યું તો રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને ડેપ્યુટી સીએમે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી હેલિકોપ્ટરથી પીએમ મોદી ડીપીએસના હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરૈલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. જ્યાંથી તેઓ બોટ દ્વારા સંગમ પહોંચ્યા. 

અત્રે જણાવવાનું કે મહાકુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. બુધવારના રોજ અત્યાર સુધીમાં 47.30 લાખ શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી ચૂક્યા છે. પીએમ મોદી અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક હસ્તીઓ પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. આ ઉપરાંત અનેક દેશોના પ્રતિનિધિઓ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news