Delhi Election 2025: દિલ્હીમાં મતદારો આજે ચૂંટી રહ્યા છે નવી સરકાર, PM મોદીએ કહ્યું- પહેલા મતદાન પછી જલપાન

Delhi Election 2025: દિલ્હીમાં આજે 70 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.સવારે 7 વાગે મતદાન શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Delhi Election 2025: દિલ્હીમાં મતદારો આજે ચૂંટી રહ્યા છે નવી સરકાર, PM મોદીએ કહ્યું- પહેલા મતદાન પછી જલપાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે. દિલ્હીની તમામ 70 સીટો માટે આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આજે દિલ્હીના 1.56 કરોડ વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને લગભગ 700 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે. પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. 

આજે મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન લગભગ દોઢ  કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમ આદમી પાર્ટી જ્યાં ત્રીજીવાર સત્તામાં આવવા માટે ધમપછાડા કરી રહી છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ પણ દિલ્હીની ગાદી મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ભાજપ 25 વર્ષથી સત્તામાંથી બહાર છે. જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પહેલા 15 વર્ષ સત્તામાં રહી. પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં પાર્ટી એક પણ સીટ મેળવી શકી નથી. 

પહેલા મતદાન પછી જલપાન- મોદી
પીએમ મોદીએ ટ્વીટ કરી કે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ સીટો માટે આજે મતદાન થશે. હું અહીંના મતદારોને આગ્રહ કરું છું કે તેઓ લોકતંત્રના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને પોતાનો બહુમૂલ્ય મત નાખે. આ અવસર પર પહેલીવાર મત આપવા જઈ રહેલા તમામ યુવા સાથીઓને મારી વિશેષ શુભકામનાઓ. યાદ રાખો કે પહેલા મતદાન પછી જલપાન

— ANI (@ANI) February 5, 2025

વોટિંગ તમારા બાળકોના ભવિષ્યના પાયાનો સવાલ-કેજરીવાલ
આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે કહ્યું કે વ્હાલા દિલ્હીવાસીઓ આજે મતદાનનો દિવસ છે. તમારો મત ફક્ત એક બટન નહીં પરંતુ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.  સારી શાળા, સારી હોસ્પિટલ અને દરેક પરિવારને સન્માનજનક જીવન આપવાની તક છે. આજે આપણે જૂઠ, નફરત અને ડરના રાજકારણને હરાવીને સચ્ચાઈ, વિકાસ અને ઈમાનદારીને જીતાડવાના છે. પોતે પણ મત આપે અને પોતાના પરિવાર, મિત્રો, પાડોશીઓને પણ પ્રેરિત કરો. ગુંડાગીરી હારશે, દિલ્હી જીતશે. 

आज हमें झूठ, नफ़रत और डर की राजनीति को हराकर सच्चाई, विकास और ईमानदारी को जिताना है। खुद…

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 5, 2025

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news