અધુરું રહ્યું 37 ગુજરાતીઓનું અમેરિકામાં સેટલ થવાનું સપનું! લિસ્ટમાં છે આ 12 પાટીદાર અને 19 યુવતીઓ

અમેરિકામાંથી હાંકી કઢાયેલા ગેરકાયદે પ્રવાસીઓ આજે ભારત પહોંચવાના છે. 205 ભારતીયોને લઈને સી-17 પ્લેન અમૃતસરમાં લેન્ડ કરશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 205 ભારતીયો પૈકી 37 ગુજરાતી લોકોનો સમાવેશ થાય છે. જી હા...અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ડીપોર્ટ કરાયા છે. 

1/6
image

ભારત પાછા મોકલવામાં આવેલા લોકોમાંથી 37 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 37માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણગના વ્યક્તિઓને ડીપોર્ટ કરાયા છે. હાલ અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારજનો મૌન સેવી રહ્યા છે. પરિવારજનો હાલ કેમેરા સામે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. 

2/6
image

ગુજરાતીઓના આ લિસ્ટમાં 12 લોકો તો પાટીદાર છે. પરંતુ બીજી આશ્ચર્યની વાત એ છે કે 37 લોકોના લિસ્ટમાં સૌથી વધુ યુવતીઓનો સમાવેશ થાય છે. એટલે કે 37 જણાના લિસ્ટમાં 19 મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે.

3/6
image

અમેરિકાએ કાઢી મુકેલા ભારતીયો આજે અમૃતસર પહોંચશે. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોની વતન વાપસી થશે. 205 ભારતીયોને લઈને વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થઈ ગયું છે. 205 ભારતીયોમાંથી 37 જેટલા ગુજરાતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 

4/6
image

પોલીસ અમેરિકાથી પરત આવનાર તમામની પૂછપરછ કરશે. ગુજરાતીઓ કેવી રીતે અને કોની મદદથી અમેરિકા પહોંચ્યા તેની પણ પોલીસ તપાસ થશે. અમેરિકામાં કુલ 18 હજાર ભારતીયોને ડીપોર્ટ કરાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 2024માં અમેરિકાએ 1100 ભારતીયોને પરત મોકલ્યા હતા.

5/6
image

મહત્વનું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેના ચૂંટણી પ્રચાર સમયે જ કહ્યું હતું કે, તે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની હકાલપટ્ટી કરશે. 

6/6
image

પદ સંભાળતાની સાથે જ ટ્રંપે તેના પર કામ શરૂ કર્યું હતું. જે અંતર્ગત અમેરિકાનું મિલિટરી વિમાન 205 ભારતીયોને લઈને રવાના થયું છે. આ ભારતીયોમાંથી મોટા ભાગના પંજાબી અને ગુજરાતીઓ છે.