સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર; આ 20 દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ એ પ્રચારકો જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, નીતિન પટેલ, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર; આ 20 દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ

Gujarat BJP Star Campaigners: ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડાકલા વાગી ગયા છે. ત્યારે દર વખતની જેમ ગુજરાતની તમામ પાલિકા અને નગરપાલિકાઓમાં જંગી બહુમતીથી જીતવા માટે ભાજપે પોતાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાના પ્રચારકોના નામ જાહેર કરી દીધા છે. જેમાં પાર્ટીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, નીતિન પટેલ, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલાનો સમાવેશ કર્યો છે. કુલ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આ પ્રમાણે છે કુલ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારકોમાં....

No description available.

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં બીજેપીનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં દરેક ચૂંટણીઓ આવે તેમાં બીજેપી પોતાની પકડ જાળવી રાખી છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો દાવો કરાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં ભાજપ તરફી 215 બેઠકો બિન હરીફ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. 68 નગરપાલિકાની 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠકો મળી હોવાની વાત સામે આવી છે.

મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યો તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહની વિકાસની રણનીતિ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રજા સુધી પહોંચી પ્રજાલક્ષી કાર્યો કર્યા છેm તે જનતાએ સ્વીકારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે તે સાબિત કરી બતાવ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news