Rose Plant: આ ટીપ્સ ફોલો કરશો તો ગુલાબના છોડમાં ઝડપથી આવશે મોટા મોટા ફૂલ


Gardening Tips For Rose Plant: જો તમે ઘરમાં એક ગુલાબનો છોડ વાવો અને તે છોડમાં મોટા મોટા લાલ ગુલાબ ખીલી ઊઠે તો ઘરની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે. તમારા ઘરે પણ આવું થઈ શકે છે જો તમે આ ટીપ્સને ફોલો કરશો તો. 
 

Rose Plant: આ ટીપ્સ ફોલો કરશો તો ગુલાબના છોડમાં ઝડપથી આવશે મોટા મોટા ફૂલ

Gardening Tips For Rose Plant: દેખાવમાં અત્યંત સુંદર લાલ ગુલાબ કોઈપણ વ્યક્તિનું મન મોહી લે છે. ઘરમાં જો ગુલાબનો છોડ રાખેલો હોય તો ઘરની શોભા વધી જાય છે. ઘણા લોકો ઘરમાં ગુલાબનો છોડ વાવે પણ છે. પરંતુ યોગ્ય જાણકારીનો અભાવ હોવાથી આ છોડ બરાબર ખીલતો નથી અને તેમાં ફૂલ પણ સારા આવતા નથી. જો તમે પણ ગુલાબનો છોડ રાખવા માંગો છો પણ તમને તેનું ધ્યાન કેવી રીતે રાખવું તે ખબર નથી તો આજે તમને આ ટિપ્સ જણાવીએ. 

જો તમે આ ટિપ્સ ફોલો કરીને ગુલાબનો છોડનું ધ્યાન રાખશો તો ગુલાબના છોડમાં ઝડપથી ફૂલ આવવા લાગશે અને આ ફૂલ પણ એકદમ મોટા અને ખીલેલા રહેશે.. તો ચાલો તમને જણાવીએ ગુલાબનો છોડ કેવી રીતે વાવવો અને તેનું ધ્યાન કેવી રીતે રાખવું. 

ગુલાબના છોડની માટી 

ગુલાબના છોડ વાવવા હોય તો પહેલા તેની માટીને સારી રીતે તૈયાર કરવી જરૂરી છે. માટીમાં છાણ અને ખાતર તેમજ અન્ય પોષક તત્વો મિક્સ કરવા જોઈએ. ગુલાબના છોડ માટે માટીને ભેજવાળી રાખવી જોઈએ તેમાં ઝડપથી છોડ વધે છે. ગુલાબનો છોડ કાળી અથવા તો લાલ માટીમાં ઝડપથી ખીલે છે. 

ગુલાબના છોડમાં પાણી આપવાની રીત 

ગુલાબના છોડને નિયમિત તડકો, ખાતર અને પાણી મળતું રહે તે જરૂરી હોય છે. ગરમીના દિવસોમાં આ છોડને એવી જગ્યાએ રાખો જ્યાં તડકો ડાયરેક્ટ ન આવે. વધારે પડતો તડકો પણ ગુલાબ માટે સારો નથી. ગુલાબના છોડમાં હંમેશા ફુવારા વડે પાણી આપવું જોઈએ. જો ગુલાબનો છોડ કુંડામાં વાવેલો હોય તો તેના પર પાણી છાંટવું જોઈએ તેનાથી ગુલાબનો છોડ ઝડપથી વિકસિત થશે. 

ગુલાબના છોડમાં ખાતર 

ગુલાબના છોડમાં મહિનામાં ઓછામાં ઓછું બે વખત છાણવાળું ખાતર ઉમેરવું જોઈએ.. ગુલાબને કેલ્શિયમની પણ જરૂર હોય છે. જો તમે ઈંડા ખાતા હોય તો ઈંડાની છાલનો પાવડર કરી ગુલાબના છોડમાં છાંટી શકાય છે

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news