Extra marital Affairs: પરણિત સ્ત્રી-પુરુષોએ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, પરિણીત મહિલાઓ પણ નથી પાછળ

Extra marital Affairs: એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત આવે તો મોટાભાગે પુરુષોનો જ વાંક જોવામાં આવે છે. પરંતુ આ બાબતમાં પરિણીત મહિલાઓ પણ પાછળ નથી. આ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં મહિલાઓના જવાબ સાંભળી તમને પણ આશ્ચર્ય થશે.

Extra marital Affairs: પરણિત સ્ત્રી-પુરુષોએ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, પરિણીત મહિલાઓ પણ નથી પાછળ

Extra marital Affairs: એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ દ્વારા રિલેશનશીપ અને લગ્ન પછી બેવફાઈને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના પરિણીત લોકોને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. લગ્ન, લફરા અને સાંસ્કૃતિક માનદંડો પ્રત્યે ભારતના લોકોનું વલણ જે રીતે બદલી રહ્યું છે તેના પર એક સ્ટડી કરવામાં આવી. આ સર્વેમાં 25 થી 50 વર્ષની વયના 1500 થી વધુ પરિણીત ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

આ સર્વે પછી ખબર પડી કે તેમાંથી 60% થી વધુ લોકો ડેટિંગ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર ચલાવી રહ્યા હતા. એટલે કે પરિણીત સ્ત્રીઓ અને પુરુષો મનોરંજન માટે બીજા સાથે સંબંધ બનાવે છે. આ સર્વેના જે પરિણામ આવ્યા તેમાં એવું પણ કહેવાયું કે ભારતમાં ઓપન રિલેશનશિપ અને સિચ્યુએશનશીપનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 

ભારતમાં આ પ્રકારના ટ્રેન્ડ વધે તે ચોંકાવનારી વાત છે કારણ કે ભારતીય સમાજમાં લગ્નને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં લગ્નને પાર્ટનર પ્રત્યે કમિટમેન્ટ તરીકે જોવામાં આવે છે. લગ્નમાં પ્રેમ અને વફાદારી સૌથી વધુ જરૂરી હોય છે. આ સર્વેમાં લગ્ન પછી થતા અફેરના અલગ અલગ પ્રકાર વિશે પણ જણાવવામાં આવ્યું છે.

પ્લેટોનીક ઇન્ટરેકશન 

આ પ્રકારના સંબંધોમાં પરિણીત વ્યક્તિ લગ્ન બહાર કોઈ સાથે શારીરિક સંબંધ બનાવે એટલું જ નહીં પરંતુ તેની સાથે લાગણીથી પણ જોડાઈ જાય છે. સર્વેમાં સામે આવ્યું કે 46% પરિણીત પુરુષો આ રીતે અલગ સંબંધમાં આગળ વધવા માંગે છે. 

વર્ચ્યુઅલી ફ્લર્ટ કરવું

ડિજિટલ દુનિયામાં ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી ફ્લર્ટ કરવું એ પણ સામાન્ય થઈ ગયું છે. રિપોર્ટમાં ખબર પડી કે 36 ટકા પરિણીત મહિલાઓ અને 35% પરિણીત પુરુષો આ રીતે વર્ચ્યુઅલ ફ્લર્ટ કરે છે. 

પાર્ટનર સિવાય બીજા સાથે રહેવાની ઈચ્છા 

હવે એ વાત સામાન્ય થઈ ગઈ છે કે પોતાના સાથી સિવાય અન્ય કોઈ સાથે વિચારવું અને તેની સાથે રહેવાની ઈચ્છા થવી. જે સર્વે કરવામાં આવ્યો તે અનુસાર 33% પરિણીત પુરુષો અને 35% પરિણીત મહિલાઓ ખુલ્લેઆમ આવી કલ્પના કરે છે. એટલે કે તેઓ કલ્પનામાં અન્ય સાથે રહેવાની વાતને સ્વીકારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news