ભાગ્યના ધની છે આ 3 રાશિવાળા, જીવન પાયમાલ કરી નાખે તેવો વિધ્વંસક યોગ બનશે, છતાં બંપર લાભ મેળવશે, ભારે સુખ ભોગવશે!

વૈદિક પંચાંગ મુજબ પાપી ગ્રહ કેતુ 18 મે 2025ના રોજ સાંજે 4.30 વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે ગ્રહોના સેનાપતિ મંગળ 7 જૂનના રોજ સવારે 2.28 કલાકે સિંહમાં પ્રવેશ કરશે. જેનાથી સિંહ  રાશિમાં બંને ગ્રહોની યુતિ થઈ રહી છે. જેનાથી અંગારક યોગ બનશે. આ બંને ગ્રહોનું એક સાથે આવવાથી આક્રમકતા, જોશ, ઉર્જા, ક્રોધ, તેજી વગેરેમાં અધિકતા હોય છે. આ સાથે જ આધ્યાત્મ તરફ વધુ ઝૂકાવ હોય છે. 

1/5
image

પાપી ગ્રહ કેતુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. પરંતુ જ્યોતિષમાં તેનો ખુબ પ્રભાવ હોય છે. કેતુ એક નિશ્ચિત સમયગાળે લગભગ 18 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં એક રાશિ ચક્ર પૂરું કરવામાં 18 વર્ષ જેટલો સમય લાગે છે. હાલમાં કેતુ કન્યા રાશિમાં છે. પરંતુ મે મહિનામાં તે રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. કેતુ હંમેશા વક્રી ચાલ ચલે છે. આવામાં તે આગળ નહીં પરંતુ પાછળ ગોચર કરે છે. એટલે કે એક રાશિ પાછળ જાય છે. જ્યારે ગ્રહોના સેનાપતિ મંગળ પણ જૂન મહિનામાં રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી બે ગ્રહોની યુતિ થશે અને અંગારક યોગનું નિર્માણ થશે. આ યોગ સૌથી વિધ્વંસક યોગ ગણાય છે જેની અસર તમામ રાશિના જાતકો અને દેશ દુનિયા પર જોવા મળી શકે છે. મંગળ અને કેતુની યુતિથી બનનારા આ યોગથી કોના પર સૌથી વધુ પ્રભાવ પડશે તે જાણો. 

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકો માટે કેતુ અને મંગળની યુતિ ઈચ્છાઓમાં ઝડપથી વધારો કરી શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધી શકે છે. આ સાથે જ સમાજમાં માન સન્માનમાં ઝડપથી વધારો થશે. તમે તમારા લક્ષ્યાંકો મેળવવામાં સફળ રહેશો. આત્મમંથન કરશો જેનથી તમે  તમારા વિશે અનેક નવી ચીજો જાણી શકશો. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. 

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિના લગ્ન ભાવમાં મંગળ કેતુની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકો ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સફળ થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લઈ શકે છે. આ સાથે જ કેતુના કારણે તમે પોતાના વિશે વધુ જાણી શકો છો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને લાભ મળી શકે છે. કોઈ ધાર્મિક મુસાફરી કરી શકો છો. જીવનમાં સુખ શાંતિ આવી શકે છે. પરંતુ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા. ભવિષ્યમાં સમસ્યા પેદા થઈ શકે. 

ધનુ રાશિ

4/5
image

ધનુ રાશિના જાતકો માટે અંગારક યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે. આ રાશિમાં કેતુ મંગલની યુતિ નવમાં  ભાવમાં થવા જઈ રહી છે. આવામાં આ રાશિના જાતકો ધાર્મિક મુસાફરી કરી શકે છે. લાંબા પ્રવાસ ખેડી શકો છો. સાધના, ધ્યાન અને પ્રાણાયામ પર તમારું ધ્યાન વધુ રહેશે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. કાર્યક્ષેત્રે તમારી ટ્રાન્સફર થઈ શકે છે કે પછી કોઈ બીજી જગ્યાએ નોકરીની ઓફર મળી શકે છે. પરિજનોનો પૂરેપૂરો સાથ મળી શકે છે. સંતાન પક્ષ પર વધુ પ્રભાવ જોવા મળી શકે છે.    

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.