Itching: શરીરની આ 5 જગ્યાએ સતત મીઠી ખંજવાળ આવવી ગંભીર બીમારીઓનું લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી
Constant Itching: ક્યારેક ખંજવાળ આવે તે સામાન્ય છે. પરંતુ શરીરના આ અંગ પર સતત ખંજવાળ આવવી તે ગંભીર રોગનો સંકેત કે શરુઆતી લક્ષણ હોય શકે છે. જો તમને લાંબા સમયથી ખંજવાળ આવતી હોય તો આ વાત જાણવી તમારા માટે જરૂરી છે.
Trending Photos
Constant Itching: ક્યારેક ક્યારેક શરીરના અલગ અલગ અંગો પર ખંજવાળ આવે તે સામાન્ય છે. સામાન્ય ખંજવાળ હોય તો તે થોડીવારમાં મટી પણ જાય છે. ઘણી વખત ખંજવાળ ડ્રાય સ્કીન, એલર્જી કે પછી જીવજંતુના કરડવાના કારણે પણ આવે છે. પરંતુ જો તમને લાંબા સમય સુધી શરીરના કેટલાક ભાગમાં જ ખંજવાળ આવતી હોય તો તે ગંભીર અને હાનિકારક હોઈ શકે છે. શરીરના 5 અંગ એવા છે જ્યાં તમને લાંબા સમય સુધી ખંજવાળ આવતી હોય તો તે કેટલીક બીમારીઓનું લક્ષણ પણ હોઈ શકે છે. આવું થતું હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો ચાલો તમને જણાવીએ શરીરના કયા અંગોમાં ખંજવાળ આવવી બીમારીનો સંકેત હોઈ શકે છે.
હથેળી અને પગના તળિયા
ઘણી વખત હથેળીમાં અને પગના તળિયામાં ખંજવાળ આવે છે. આવું ક્યારેક જ થતું હોય તો તે સામાન્ય છે પરંતુ જો તમને લાંબા સમય સુધી સતત ખંજવાળ આવે તો તેને ઇગ્નોર ન કરો. હથેળી અને પગના તળિયામાં સતત ખંજવાળ આવવી ડાયાબિટીસ અથવા તો લીવરની બીમારીનો સંકેત હોઈ શકે છે. સુગરના કારણે ત્વચાની સંવેદનશીલતા વધી જાય છે અને તેના કારણે શરીરમાં ખંજવાળ વધે છે.
માથામાં ખંજવાળ
માથામાં ખંજવાળ દરેક વ્યક્તિના આવે છે તેનું સામાન્ય કારણ હોય છે. પરંતુ જો માથામાં લાંબા સમય સુધી ખંજવાળ આવે તો તેને ઇગ્નોર ન કરો. માથામાં સતત ખંજવાળ આવતી હોય તો તે એક્ઝીમા જેવી ત્વચા સંબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે. તેથી તુરંત જ ડોક્ટરને બતાવી દવા લઈ તેનો ઉપાય કરો.
આખા શરીરમાં ખંજવાળ
જો તમને આખા શરીરમાં સતત ખંજવાળ આવતી હોય તો વધારે સાવધાન રહેવાની જરૂર છે. શરીરમાં લાંબા સમય સુધી સતત ખંજવાળ આવવી તે કિડનીની બીમારી, લીવરની બીમારી, કેન્સર કે થાઇરોડની સમસ્યાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં તુરંત જ ડોક્ટરની સલાહ લેવી અને ઈલાજ કરવો.
આંખની આસપાસ ખંજવાળ
જો તમને આંખની આસપાસ ખંજવાળ આવતી હોય તો તેને ઇગ્નોર કરવાની ભૂલ જરા પણ કરવી નહીં. કેટલાક ત્વચાના રોગમાં આંખની આસપાસ ખંજવાળ આવે છે આ સ્થિતિમાં તુરંત જ ડોક્ટરને બતાવો અને યોગ્ય ઈલાજ કરો.
સામાન્ય ખંજવાળને દૂર કરવાના ઉપાય
-જો કોઈપણ જગ્યાએ ખંજવાળ આવતી હોય તો વારંવાર તે જગ્યાએ ખંજવાળવાનું ટાળો.
-મોઈશ્ચુરાઝઈર કે કેમિકલ વિનાના સાબુનો ઉપયોગ કરો.
- ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે