Ranveer Allahbadia: રણવીર આલ્હાબાદિયા પર ચાલ્યો પોલીસનો ડંડો, સમય રૈના સહિત 5 વિરુદ્ધ કેસ નોંધાયો, મુખ્યમંત્રીએ પોસ્ટ કરી વિગતો
YouTuber Ranveer Allahbadia controversy: રણવીર આલ્હાબાદિયાનો વીડિયો વાયરલ થયા બાદ તેની મુસિબતો સતત વધી રહી છે. હવે અસમ પોલીસ રણવીર આલ્હાબાદિયા વિરુદ્ધ મામલો નોંધી લીધો છે. રણવીર આલ્હાબાદિયા સાથે આશીષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વા મખીજા અને સમય રૈના વિરુદ્ધ પણ પ્રાથમિકી નોંધાઈ છે.
Trending Photos
YouTuber Ranveer Allahbadia controversy: ફેમસ યુટ્યુબર રણવીર આલ્હાબાદિયાની સમસ્યાઓ સતત વધી રહી છે. સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટમાં ગયા પછી રણવીર આલ્હાબાદિયા એ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. રણવીરનો આ વિડીયો વાયરલ થયા પછી દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે આસામ પોલીસે તેમના વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. રણવીરની સાથે આશિષ ચંચલાણી, જસપ્રિત સિંહ, સમય રૈના અને અન્ય વિરુદ્ધ પણ પ્રાથમિકી નોંધવામાં આવી છે. આ એફઆઇઆરની જાણકારી અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ એક્સ પર આપી છે.
મુખ્યમંત્રી હેમંત બીસ્વાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે કેટલાક youtube પર અને સોશિયલ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે જેમનું નામ આશિષ ચંચલાની, જસપ્રિત સિંહ, અપૂર્વ મખીજા, રણવીર અલ્હાબાદિયા, સમય રૈના છે. જેમના પર ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ નામના શોમાં અશ્લીલતાને વધારો દેવાનો અને યૌન રીતે સ્પષ્ટ અને અશ્લીલ ચર્ચામાં ભાગ લેવા મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે.
Today @GuwahatiPol has registered an FIR against against certain Youtubers and social Influencers, namely
1. Shri Ashish Chanchlani
2. Shri Jaspreet Singh
3. Shri Apoorva Makhija
4. Shri Ranveer Allahbadia
5. Shri Samay Raina and others
for promoting obscenity and engaging in…
— Himanta Biswa Sarma (@himantabiswa) February 10, 2025
એટલે કે અસમ પોલીસે સ્ટેન્ડપ કોમેડિયન સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટના તાજેતરના એપિસોડમાં જે રીતે અશ્લીલતા ફેલાવતી વાતો કરવામાં આવી હતી તે મામલે રણવીર અલ્હાબાદિયા સમય રૈના સહિતના પેનલના અન્ય ઇન્ફ્લુએન્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ પણ રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ કોમેન્ટ ઉપર સંજ્ઞાન લીધું છે અને youtube ને પણ લેટર લખ્યો છે. આ વિડીયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર રણવીર અલ્હાબાદિયાને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટના પછી રણવીર અલ્હાબાદિયા એ પણ પોતાની કહેલી વાત મામલે માફી માંગી છે. દેશભરમાં ઉગ્ર વિરોધ શરૂ થઈ જતા તેણે પોતાના એક્સ પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેણે આવું કહેવાની જરૂર ન હતી. તેણે જે વાત કરી તે યોગ્ય નથી, તે વાત બિલકુલ ફની નથી. તેણે વીડિયોમાં એ વાત સ્વીકારી કે તેનાથી ભૂલ થઈ ગઈ છે અને લોકો તેને માફ કરે....
I shouldn’t have said what I said on India’s got latent. I’m sorry. pic.twitter.com/BaLEx5J0kd
— Ranveer Allahbadia (@BeerBicepsGuy) February 10, 2025
ઇન્ડિયાસ ગોટ લેટન્ટ નામના શોમાં તાજેતરના એપિસોડમાં રણવીર આલ્હાબાદિયા સમય રૈના સાથે પેનલમાં હતો. તેણે એક કન્ટેસ્ટન્ટ ને પૂછ્યું હતું કે, તે રોજ પોતાના માતાપિતાને સેક્સ કરતા જોવા માંગે છે કે પછી એક વખત પેરેન્ટ્સ સાથે ઈન્ટીમેટ થઈ અને કાયમ માટે બંધ કરી દેવા માંગે છે... સોશિયલ મીડિયા પર રણવીરની આ ક્લિપ વાયરલ થયા પછી હોબાળો મચી ગયો. સોશિયલ મીડિયા આ વિડીયો આગની જેમ ફેલાઈ ગયો અને દેશભરમાં રણવીર આલ્હાબાદિયાની આલોચના થવા લાગી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે