માંગરોળ નગરપાલિકામાં પરિણામ બાદ પડી ગયો ખેલ, બહુમતી ન હોવા છતાં શાસન કરશે ભાજપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બમ્પર જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. માંગરોળ નગરપાલિકામાં બસપાના ચાર ઉમેદવારોએ ભાજપનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. હવે માંગરોળમાં પણ ભાજપનું શાસન જોવા મળશે.

માંગરોળ નગરપાલિકામાં પરિણામ બાદ પડી ગયો ખેલ, બહુમતી ન હોવા છતાં શાસન કરશે ભાજપ

જૂનાગઢઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થયા હતા. રાજ્યમાં 68 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ 62થી વધુ નગરપાલિકા કબજે કરી છે. હવે ચૂંટણી પરિણામના બીજા દિવસે ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે.

માંગરોળમાં પણ ભાજપને મળશે સત્તા
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 25 વર્ષ બાદ આવવાનું છે. માંગરોળ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. મંગળવારે આવેલા પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી. જ્યારે બસપાને 4 અને અપક્ષને બે બેઠક મળી હતી. એટલે કે કોઈપણ પાર્ટી પાસે સત્તા માટે બહુમતી નહોતી. પરંતુ હવે બસપાના 4 સભ્યોએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે. 

25 વર્ષ બાદ માંગરોળ નપામાં શાસન કરશે ભાજપ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બન્નેને 15, 15 બેઠક મળતા ટાઈ થઈ હતી જેમાં બસપાના 4 ઉમેદવારે આજે ભાજપને ટેકો આપતા 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકા મા ભાજપનું શાસન આવશે. ભાજપ દ્વારા સત્તા કબજે કરવા માટે 4 બસપાના ઉમેદવાર ભાજપને ટેકો આપ્યો હતો. , માંગરોળ નગરપાલિકાની કુલ 36 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસને 15 ભાજપને 15 બસપાના 4 અને અપક્ષોને 2 બેઠક મળી હતી, બસપાના 4 ઉમેદવારનું સમર્થન મળતા ભાજપનું સંખ્યાબંધ હવે 19 થતા ભાજપ સતાપર બેસવાનું છે

બસપાના આ ચાર સભ્યોએ ટેકો આપવાની જાહેરાત કરી
માંગરોળ નગરપાલિકામાં બસપા તરફથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયાં સૈયદ, મહમદ મુસા હાજીબા, શકિનાબેન સર્વદી અને શબાનાબેન રાઠોડે ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news