Shani Gochar 2025: 29 માર્ચ બાદ આ 3 રાશિવાળા સાવધાન રહેજો, શનિ લોઢાના પાયે ચાલીને ખેદાનમેદાન કરશે, અણધારી ઉપાધિઓ આવી શકે!

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ જ્યારે દ્વાદશ, અષ્ટમ અને ચતુર્થ ભાવમાં પ્રવેશ કરે તો આ રાશિઓમાં શનિ લોઢાના પાયે પ્રવેશ કરે છે તેવું કહી શકાય. આવામાં આ રાશિના જાતકોએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 

લોઢાના પાયે પ્રવેશ

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. જે સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ પણ કહેવાય છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ સાથે જ આખુ રાશિચક્ર પૂરું કરવામાં 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. અત્રે જણાવવાનું કે શનિ વર્ષ 2025માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કેટલીક રાશિના જાતકોની રાશિમાં તે લોઢાના પાયે પ્રવેશ કરશે. શનિના લોઢાના પાયે ચાલવાથી આ ત્રણ રાશિવાળાએ સંભાળીને રહેવું પડશે.   

મેષ રાશિ

2/5
image

શનિના મેષ રાશિમાં જતા જ આ રાશિના જાતકોની રાશિમાં દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે. આવામાં મેષ રાશિના જાતકો માટે શનિનું લોઢાના પાયે ચાલવું લાભકારી સિદ્ધ નહીં થાય. આ રાશિના સ્વામી મંગળ 21 જાન્યુઆરી સુધી પોતાની નીચ રાશિ કર્કમાં રહેશે. આ સાથે જ શનિ સાથે ષડાષ્ટક યોગ પણ બનાવી રહ્યા છે. શનિના કુંભ રાશિમાં હોવાની સાથે ખુબ લાભ તો મળી શકે છે. આ ઉપરાંત બીજા ભાવમાં ગુરુ હોવાથી તમને અપાર ધન સંપત્તિ પણ મળી શકે. શનિના મીન રાશિમાં જતા જ આ રાશિમાં સાડા સાતી શરૂ થઈ જશે. શનિનો લોઢાનો પાયો 29 માર્ચથી શરૂ થશે. આ સાથે જ ઘરમાં અશાંતિનો માહોલ રહી શકે છે. વાહન હોય તો કોઈ સમસ્યા થઈ શકે છે. દ્વાદશ ભાવમાં શનિના હોવાથી ફાલતું ખર્ચા થઈ શકે છે. અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નાના નાના કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે. કોઈ સ્વજન ખોટું બોલીને પૈસા પડાવી શકે છે. માનસિક તણાવથી ભ્રમ, ભૂલવાની બીમારી, સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. નોકરી  ધંધામાં પરેશાનીઓ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની વર્તજો. કારણ કે દુર્ઘટનાના યોગ પણ બની રહ્યા છે. શનિના દુષ્પ્રભાવને ઘટાડવા માટે શનિ સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા અર્ચના કરો.   

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિમાં શનિ માર્ચ 2025થી શનિના પાયે ચાલશે. શનિ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરીને અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી જશે. આ સાથે જ આ રાશિમાં કંટક શનિની ઢૈય્યા શરૂ થશે. આવામાં આ રાશિવાળાએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ રાશિના જાતકોને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે. બીમારીના કારણે તમારે કરજ લેવાની નોબત આવી શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે. પરંતુ તમારા સારા એવા પૈસા ખર્ચાઈ શકે છે. અપ્રત્યાશિત ખર્ચાથી પરેશાન થઈ શકો છો. આ ઉપરાંત સાસરિયા પક્ષથી કોઈ ગંભીર મુદ્દે વાતચીત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પણ ઉતાર ચડાવ આવી શકે છે. થોડું સંભાળીને રહેવાની જરૂર છે. શનિના દુષ્પ્રભાવોને રોકવા માટે શનિ સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સાથે બજરંગબલીને બુંદીના લાડું નો પ્રસાદ ધરાવો. જેનાથી શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. 

ધનુ રાશિ

4/5
image

વર્ષ 2025માં શનિનું ગોચર ધનુ રાશિના જાતકો માટે બહુ સારું નહીં રહે. 29 માર્ચથી શનિ મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ચોથા ભાવમાં રહેશે. આવામાં શનિ મહારાજ આ રાશિમાં લોઢાના પાયે ચાલશે. આ ઉપરાંત આ રાશિમાં શનિની ઢૈય્યા પણ શરૂ થઈ જશે. આવામાં ઘર પરિવારની સાથે કોઈને કોઈ અણબનાવ થઈ શકે છે. પરિવાર સાથે અંતર વધી શકે છે. કામના મામલે કે પછી કોઈ અન્ય કારણોસર તમારે સ્થાન પરિવર્તન કરવું પડી શકે છે. જેના કારણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. લોઢાના પાયે શનિના ચાલવાથી જીવનમાં નાની મોટી પરેશાનીઓ આવતી રહેશે. સ્વાસ્થ્ય અંગે સચેત રહેજો. માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. નોકરી ધંધામાં તમારા દ્વારા કરાયેલી મહેનતનું ફળ નહીં મળે. આવામાં તમે પરેશાન રહી શકો છો. તમારા કામનું ક્રેડિટ કોઈ બીજુ લઈ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને પરેશાન રહી શકો છો. પરુંત ગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારું જીવન સુખમય રહી શકે છે. ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે.  

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.