સૌથી સસ્તો iPhone લાવીને Apple એ ગ્રાહકોને આપ્યો આંચકો! સૌથી વધુ પ્રેમ વરસાવતા મોડલોને કરી નાંખ્યા ડબ્બાં!
જ્યારે સપ્ટેમ્બરમાં iPhone 16 સીરિઝ લોન્ચ થઈ, ત્યારે પણ એપલે પોતાના અમુક મોડલ્સને હટાવી દીધા હતા, જેમાં iPhone 15 Pro, iPhone 15 Pro Max અને iPhone 13નો સમાવેશ થતો હતો. હવે કંપનીએ વધુ ત્રણ મોડલ્સને પોતાના સ્ટોરમાંથી હટાવી દીધા છે.
Trending Photos
Apple એ ભારતમાં પોતાના ત્રણ લોકપ્રિય iPhone મોડલ્સને પોતાના ઓફિશિયલ સ્ટોર પરથી હટાવી દીધા છે. આ નિર્ણય નવા iPhone 16eના લોન્ચ કર્યા બાદ લેવામાં આવ્યો છે. અગાઉ જ્યારે સપ્ટેમ્બરમાં આઈફોન 16 સીરિઝ આવી હતી, ત્યારે પણ એપલે પોતાના અમુક લોકપ્રિય મોડલ્સને હટાવી દીધા હતા, જેમાં iPhone 15 Pro, iPhone 15 Pro Max અને iPhone 13 સામેલ હતા. હવે કંપનીએ વધુ ત્રણ મોડલ્સને પોતાના સ્ટોરમાંથી હટાવી દીધા છે.
iPhone SE 3 ને હટાવ્યો સ્ટોરમાંથી..
તેમાં સૌથી પહેલું મોડલ iPhone SE 3 છે, જેણે 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે તેનું સ્થાન નવો iPhone 16e એ લઈ લીધું છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે આ સીરિઝમાં Face IDની સુવિધા આપવામાં આવી છે. તેના સિવાય તેમાં A18 Bionic ચિપ અને Apple નું પોતાનું 5G મોડેમ આપવામાં આવ્યું છે. જોકે iPhone SE 3 હવે Appleની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ નથી, પરંતુ તે હાલ પણ ઈ-કોમર્સ સાઈટ્સ જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સ્ટોક પુરો થાય ત્યાં સુધી મળી જશે.
આ બે આઈફોનને કર્યા બહાર
Apple એ iPhone 14 અને iPhone 14 Plus ને પણ પોતાના ઓનલાઈન સ્ટોર પરથી હટાવી દીધા છે. આ બન્ને મોડલ્સ 2022માં લોન્ચ કરવામાં આવ્યા હતા અને હવે તેણે સીધા Apple પાસેથી ખરીદી શકાશે નહીં. પરંતુ ગ્રાહક આ બન્ને ફોનને ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકે છે, જ્યાં સુધી તેનો સ્ટોક ખતમ નહીં થાય ત્યાં સુધી મળશે.
કેમ મળે છે iPhone 16e માં ફીચર્સ?
જ્યાં સુધી iPhone 16eની વાત છે, તેમાં નવું અને પાવરફુલ પ્રોસેસર છે અને તે iOS 18 પર કામ કરે છે. તેમાં Apple Intelligence ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને વધુ સ્માર્ટ બનાવે છે. આ ફોન સિંગલ 48MP રિયર કેમેરા અને 12MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે, જે સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ઉત્તમ છે. આ સિવાય Appleએ પહેલા કરતા વધુ સારું બેટરી બેકઅપ આપવાનો દાવો કર્યો છે. આ ફોન 128GB, 256GB અને 512GB સ્ટોરેજ ઓપશન્સમાં ઉપલબ્ધ છે અને તેની શરૂઆતની કિંમત 59,900 રૂપિયા રાખવામાં આવી છે.
Apple એ પણ જાહેરાત કરી છે કે iPhone 16e ભારતમાં જ મેન્યુફેક્ચર કરવામાં આવશે. આ ફોન iPhone SE 2022નું અપગ્રેડેડ વર્ઝન છે અને કંપનીની SE લાઇનને નવા નામ સાથે પાછું લાવવાનો પ્રયાસ છે. તેમાં આઈફોન 16 જેવા ઘણા ફીચર્સ છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સિવાય Apple એ પણ કહ્યું છે કે તે ભારતમાં તેની સંપૂર્ણ iPhone 16 સિરીઝનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે