PM Kisan Yojana: ખેડૂતો માટે મોટા ખુશખબર, હવે ખાતામાં આવશે 9,000 રૂપિયા, જાણો કોને થશે ફાયદો?

Rajasthan: આ રાજ્યની સરકારે ખેડૂતોના આર્થિક ઉદ્ધાર માટે મોટો નિર્ણય લીધો છે. તેમને વધુ 3000 રૂપિયા આર્થિક મદદ કરવામાં આવશે. એટલેકે હવે તેમને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કુલ 9000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.  જાણો વિગતો. 

PM Kisan Yojana: ખેડૂતો માટે મોટા ખુશખબર, હવે ખાતામાં આવશે 9,000 રૂપિયા, જાણો કોને થશે ફાયદો?

Rajasthan Government: જો તમે પણ કિસાન સન્માન નિધિના આગામી હપ્તાની રાહ જોતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. સરકારે  ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. હવે ખેડૂતોને આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયા સુધીની મદદ મળશે. આ યોજનામાં સીધો 3000 રૂપિયાનો વધારો કરાયો છે. જો કે તમને જણાવી દઈએ કે આ નિર્ણય કેન્દ્ર સરકારનો નથી પરંતુ એક રાજ્યની સરકારે લીધો છે. એટલે કે આ રાજ્યની સરકાર રાજ્યના ખેડૂતોને આ ફાયદો કરાવશે. 

ખેડૂતોને વધુ 3000 રૂપિયા આપવાની જાહેરાત
આ નિર્ણય રાજસ્થાનની સરકારે લીધો છે. રાજસ્થાનના નાણામંત્રી દીયાકુમારીએ હાલમાં બજેટ રજૂ કરતા આ જાહેરાત કરી. રાજસ્થાનની ભજનલાલ સરકારનું બીજુ બજેટ રજૂ કરતા દીયાકુમારીએ કહ્યું કે પીએમ કિસાન હેઠળ વાર્ષિક 6000 રૂપિયા જ રહેશે. પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી મળતા 6000 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતોને 3000 રૂપિયા વધારાના આપશે. 

ખેડૂતોને 9000 રૂપિયાનો લાભ
અત્રે જણાવવાનું કે હાલ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. પરંતુ હવે રાજસ્થાનના ખેડૂતોને તેમાં વધારાના 3000 રૂપિયા મળશે. જેનાથી કુલ રકમ 9000 રૂપિયા સુધી પહોંચશે. રાજસ્થાનના બજેટ 2025-26માં ઉલ્લેખ કરાયો છે કે આ પગલું રાજ્યના કૃષિ અને સિંચાઈ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવશે. 

19મો હપ્તો ક્યારે આવશે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો (PM Kisan 19th Instalment Release Date) ફેબ્રુઆરી મહિનામાં જારી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) સિસ્ટમ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં આ રકમ મોકલશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news