છાશવારે આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓ માટે મોટી ખબર, પાલનપુરમાં બહાર પડાયું જાહેરનામું
Gujarati To Abu : હવે આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ.. રાજસ્થાનથી પરત ફરવાના રુટ પર અપાયું છે ડાયવર્ઝન
Trending Photos
Banaskantha News : આબુ એટલે અમદાવાદીઓનું બીજું ઘર. વિકેન્ડમાં અમદાવાદીઓ અમદાવાદમાં ન રોકાય, તો આબુમાં જોવા મળે. ગુજરાતીઓ છાશવારે આબુ ફરવા ઉપડી જતા હોય છે. આવામાં હવે જો આબુ જનારા લોકો માટે મોટા અપડેટ આવ્યા છે. જો તમે આબુ ફરવા ગયા, અને આબુથી રિટર્ન થયા તો તમારે રસ્તો બદલવો પડશે. કારણ કે, ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
બનાસકાંઠાના પાલનપુરના હનુમાન ટેકરી અને એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજસ્થાન તરફથી આવતા અને ડીસા અને અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું છે. આબુરોડથી ડીસા જતા વાહનોને ચિત્રાસણીથી ડાયવર્ઝન આપી વાઘરોલ ચોકડીથીથી ચંડીસર થઈને ડીસા જવાનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પડાયું છે.
તો રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડીથી રતનપુર-જગાણા થઈને અમદાવાદ જવાનું જાહેરનામું અપાયું છે. પાલનપુર શહેરમાં વધતી ટ્રાફીક સમસ્યા અને આવનારી બોર્ડની પરિક્ષાને ધ્યાને લઈને કોઈ ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી અમલ કરવા જાહેરનામું બહાર પડાયું છે.
ઉલ્લેખનીય છે કે, પાલનપુર શહેરમાં સૌથી વધુ ટ્રાફિકનો પ્રશ્ન સળગતો રહ્યો છે. એરોમાં સર્કલ ઉપર ચારે તરફથી વાહનોનો ભારે ઘસારો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ટ્રાફિક પોલીસ માટે પણ પડકાર સમાન બની હતી આ અંગે જિલ્લા વહીવટી અધિકારીઓની બેઠકમાં એરોમાં સર્કલથી બિહારીબાગ સુધી એલિવેટેડ બ્રિજ કે અંડરપાસ બનાવવા માટેની જરૂરિયાત હોવાની રજૂઆત કરાઈ હતી. પણ કોઈ નિકાલ આવતો ન હતો. પાલનપુર એરોમા સર્કલના ટ્રાફિકને લઈ જાગૃત નાગરિકો સીએમને રજૂઆત કરી હતી. જેના બાદ આ નિર્ણય લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે