Right To Education માં એડમિશનને લઈને બિગ અપડેટ, આ દિવસથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે
RTE Admission : ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા RTEમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જરૂરિયાતમંદ પરિવારોને ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે એક અઠવાડિયાથી વધુ સમય આપવામાં આવ્યો છે. RTEમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું 28મી ફેબ્રુઆરીથી શરૂ થશે, વાલીઓએ 12મી માર્ચ સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન ફોર્મ જમા કરાવવાનું રહેશે
Trending Photos
Right To Education : ગુજરાત સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરી છે. દર વર્ષે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને RTE હેઠળ રાજ્યની ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે શૈક્ષણિક સત્ર 2025-2026 માટેની અરજી પ્રક્રિયા 28મી ફેબ્રુઆરીથી ઓનલાઇન શરૂ થશે.
12 માર્ચ સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે
ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા RTE પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જરૂરિયાતમંદ પરિવારોને ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે એક અઠવાડિયાથી વધુ સમય આપવામાં આવ્યો છે. વાલીઓએ 28મી ફેબ્રુઆરીથી RTEમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે 12મી માર્ચ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
અહીં ફોર્મ ભરો
વાલીઓએ વેબસાઈટ [https://rte.orpgujarat.com] પર જઈને RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે, માતાપિતાએ બાળકોનું જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનું સરનામું, આવકવેરા રિટર્ન જેવા જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને જો કોઈ માતા-પિતા આવકવેરા રિટર્ન ફાઈલ ન કરે તો, આવા કિસ્સાઓમાં 'આવક વેરા માટે પાત્ર નથી' તેવું સ્વ-ઘોષણા પણ અપલોડ કરવાની રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે, વાલીઓએ તેમના રહેણાંકના સરનામાની નજીકની લગભગ 8 થી 10 ખાનગી શાળાઓ પસંદ કરવાની રહેશે. નિયમો મુજબ વાલીઓએ પસંદ કરેલી શાળાઓના ક્રમ મુજબ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. તેથી, શાળાની પસંદગી વાલીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ પછી, ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા પછી, વાલીઓએ ફોર્મની પ્રિન્ટ તેમની પાસે રાખવાની રહેશે.
તમને જણાવી દઈએ કે આ વખતે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકોની ઉંમર 1 જૂન, 2025 પહેલા 6 વર્ષ પૂર્ણ થવી જોઈએ. ગુજરાતની ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રથમ વર્ગની 25% બેઠકો બાળકો માટે અનામત છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધીના આ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને ચૂકવવામાં આવે છે.
ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે, માતાપિતાની વાર્ષિક આવક રૂ. 1.20 લાખથી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારોમાં, તે રૂ. 1.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે