ઈઝરાયેલમાં એક બાદ એક 3 બસોમાં બોમ્બ ધડાકા, રસ્તાઓ પર મચી ગયો કોહરામ

ઈઝરાયેલમાં બાટ યામમાં એક બાદ એક ત્રણ જેટલી બસોમાં બોમ્બ વિસ્ફોટ થયા છે અને બે બસોમાં બોમ્બ નિષ્ક્રિય કરાયા છે. પોલીસ આતંકી હુમલાની આશંકા સેવી રહી છે. 

ઈઝરાયેલમાં એક બાદ એક 3 બસોમાં બોમ્બ ધડાકા, રસ્તાઓ પર મચી ગયો કોહરામ

ગુરુવારે ઈઝરાયેલ એકવાર ફરીથી ધડાકાઓથી હચમચી ઉઠ્યું. તેલ અવીવ નજીક શહેર બાટ યામમાં ત્રણ બસોમાં થયેલા ખતરનાક બસ ધડાકા થયા. આ ધડાકા આતંકી હુમલા હોવાનું મનાઈ રહ્યું છે. ધડાકા અંગે ઈઝરાયેલી પોલીસનું કહેવું છે કે બાટ યામ અને હોલોનમાં કુલ ચાર વિસ્ફોટક ઉપકરણો મળ્યા છે. જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. પરંતુ તેને એક મોટા આતંકી હુમલા તરીકે જોવામાં આવી રહ્યા છે. 

નેતન્યાહૂના કડક આદેશ
હુમલા અંગે ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ સેનાને કડક અને મોટા સ્તરે સૈન્ય અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે તેને ઈઝરાયેલની સુરક્ષા પર મોટું જોખમ ગણાવતા તરત સુરક્ષા બેઠક બોલાવી. મીટિંગ બાદ સેનાને વેસ્ટ બેંકમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરવાનો આદેશ આપ્યો અને સાથે કેટલાક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 

પેલેસ્ટાઈનને જવાબદાર  ઠેરવ્યું
ઈઝરાયેલના રક્ષામંત્રી કાટ્ઝે આ હુમલા માટે પેલેસ્ટાઈની આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા. પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે ત્રણ બસોમાં ધડાકા થયા જ્યારે બે ધડાકા નિષ્ફળ બનાવ્યા. પોલીસે જનતાને સતર્ક રહેવાનું અને સંદિગ્ધ વસ્તુઓ અંગે તરત સૂચના આપવાનું કહ્યું છે. બોમ્બ સ્ક્વોડ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. 

દેશભરમાં એલર્ટ
આ ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. હુમલા બાદ પરિવહન મંત્રી મીરી રેગવે દેશમાં તમામ બસો, ટ્રેનો અને લાઈટ રેલ ટ્રેન સેવાઓ રોકી છે. આ સાથે જ તમામ બસ ચાલકોને નિર્દેશ અપાયા છે કે તેઓ પોતાની બસોની તપાસ કરે અને કોઈ પણ સંદિગ્ધ વસ્તુની જાણકારી તરત પોલીસને આપે. પોલીસ ઓફિસરોએ જણાવ્યું કે ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક ઉપકરણો એવા જ હતા જે મોટાભાગે વેસ્ટબેંકમાં મળી આવે છે. 

અત્રે જણાવવાનું કે ગત એક મહિનામાં ઈઝરાયેલી સેનાએ પશ્ચિમ તટમાં આતંકીઓ વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચલાવ્યું છે. ઈઝરાયેલનો દાવો છે કે તે આતંકવાદી સંગઠનોને જડમૂળમાંથી ખતમ કરવાની કોશિશ કરી રહ્યું છે. જેનાથી હુમલા રોકી શકાય. જો કે હાલની ઘટનાઓને પગલે ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને કોઈ પણ સંભવિત જોખમને પહોંચી વળવા માટે એક્ટિવ થઈ ગઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news