બર્થ સર્ટિફિકેટમાં સુધારો કરવો હોય તો સરકારે આપ્યો છેલ્લો મોકો! આ તારીખ સુધીમાં જે કરવું હોય તે કરી લેજો!

Birth Certificate: ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે એક અંતિમ તારીખ જારી કરી છે. આ માટેની પ્રક્રિયા શું હશે તે જાણો. તમને જણાવી દઈએ કે ભારત સરકારે 27 એપ્રિલ, 2026 દેશના નાગરિકો માટે તેમના જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરવા અથવા અપડેટ કરવાની છેલ્લી સમયમર્યાદા તરીકે નિર્ધારિત કરી છે.
 

1/5
image

Birth Certificate Deadline Alert: ભારતના નાગરિકો માટે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી બનતા હોય છે. આ દસ્તાવેજોમાં ઘણાં વિવિધ પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. પરંતુ, તેમાં એક ખાસ દસ્તાવેજ પણ છે, જન્મ પ્રમાણપત્ર...   

2/5
image

જન્મ પ્રમાણપત્ર વિશે ઘણા લોકો વિચારે છે કે તે ફક્ત શાળામાં પ્રવેશ લેવા માટે ઉપયોગી છે. પરંતુ પછીથી ઘણા કામોમાં જન્મ પ્રમાણપત્ર ફરજિયાત બની જાય છે. તેનો ઉપયોગ સરકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે પણ થાય છે. તાજેતરમાં ભારત સરકારે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા અને કરવા માટે સમયમર્યાદા જાહેર કરી છે.

ક્યા સુધીમાં કરી શકો છો અરજી?

3/5
image

ભારત સરકારે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. એટલું જ નહીં જે લોકોના બર્થ સર્ટિફિકેટ પણ બન્યા નથી. તે લોકો પણ આ તારીખ સુધીમાં જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. ભારત સરકારે આ માટેની અંતિમ સમયમર્યાદા 27 એપ્રિલ 2026 નક્કી કરી છે. 27 એપ્રિલ, 2026 પછી જો કોઈના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ખોટી માહિતી નોંધાયેલી હોય. તો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં. આ સિવાય જેમણે હજુ સુધી બર્થ સર્ટિફિકેટ બનાવ્યું નથી. તે લોકો પણ આ તારીખ સુધીમાં જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે.

નિયમોમાં ફેરફાર

4/5
image

ભારતમાં પ્રથમ જન્મ પછી 15 વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર બનાવી શકાય છે. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 15 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે. અગાઉ આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. હવે સરકારે તેમાં ફેરફાર કરીને આ સમયમર્યાદા 27 એપ્રિલ 2026 સુધી લંબાવી છે. જો તમારા જન્મ પ્રમાણપત્રમાં કોઈ ભૂલ છે, તો તમે નિયત તારીખ પહેલાં ફેરફાર માટે અરજી કરી શકો છો. કારણ કે 27 એપ્રિલ, 2026 પછી, ફેરફારો કરવાનો વિકલ્પ અક્ષમ (Disabled) થઈ જશે.

આ રીતે કરો અરજી

5/5
image

જો કોઈનું જન્મ પ્રમાણપત્ર ન બન્યું હોય, તો તે ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ https://dc.crsorgi.gov.in/crs પર લોગઈન કરીને પોતાની અરજી પોતે જ ઓનલાઈન સબમિટ કરી શકે છે. આ સિવાય જે લોકો ફેરફાર કરવા માંગતા હોય અથવા 15 વર્ષથી વધુ ઉંમરના હોય તેમણે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. આ પછી વેરિફિકેશન પ્રક્રિયા થશે અને જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.

Birth certificate correction deadlineHow to change birth certificateGovernment birth certificate updateBirth certificate correction processDeadline for birth certificate changesBirth certificate update stepsBirth certificate modification guideGovt rules for birth certificate changeHow to update birth certificate detailsBirth certificate correction onlineજન્મ પ્રમાણપત્ર સુધારણા સમયમર્યાદાજન્મ પ્રમાણપત્ર કેવી રીતે બદલવુંસરકારી જન્મ પ્રમાણપત્ર અપડેટજન્મ પ્રમાણપત્ર સુધારણા પ્રક્રિયાજન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવાની સમયમર્યાદાજન્મ પ્રમાણપત્ર અપડેટ પગલાંજન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટેની માર્ગદર્શિકાજન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટેના સરકારી નિયમોજન્મ પ્રમાણપત્રની વિગતો કેવી રીતે અપડેટ કરવીજન્મ પ્રમાણપત્ર સુધારણા ઓનલાઇનBirth CertificateLegal DocumentsGovernment documentUtility NewsBirth Certificate Changes Deadlineજન્મ પ્રમાણપત્રકામની વાતલીગલ ડોક્યુમેન્ટબર્થ સર્ટીફિકેટજન્મ પ્રમાણપત્રમાં ફેરફારની અંતિમ તારીખ